Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodલગ્નમાં દીકરા સાથે ટીના અંબાણીએ કર્યો ડાન્સ, ડીજેના તાલે ઝૂમ્યો અંબાણી પરિવાર

લગ્નમાં દીકરા સાથે ટીના અંબાણીએ કર્યો ડાન્સ, ડીજેના તાલે ઝૂમ્યો અંબાણી પરિવાર

અંબાણી પરિવારના ઘરે કાલે રુંડો અવસર હતો. અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલના ગઈકાલે રવિવારે ધામધૂમથી લગ્ન યોજાયા હતા. સાત જય અનમોલે ફુલોથી સજાવેલા શાનદાર મંડપમાં તેની ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં અનેક મોટા સેલેબ્સ હાજર રહ્યા હતા. લગ્ન નિમિત્તે અનિલ અંબાણીના 17 માળના ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં જાનૈયાઓએ ખૂબ નાચ્યા હતા. ટીના અંબાણીએ પણ લાડલા દીકરાના લગ્નમાં મન મૂકીને ડાન્સ કર્યો હતો.

દીકરાના લગ્નમાં ટીના અંબાણી લાલ રંગની જાજરમાન સાડી પહેરી હતી. તેમજ ગળામાં ડાયમંડનો ખૂબ જ કિંમત નેકલેસ કેરી રહ્યો હતો. દીકરાના લગ્નનો આનંદ ટીના અંબાણીના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

જય અનમોલ લગ્ન મંડપમાં પરણવા પહોંચ્યો એ પહેલાં જાનૈયાઓ ડીજેના તાલે મનમૂકીને નાચ્યા હતા. જેમાં નીતા અંબાણી વરરાજા જય અનમોલ સાથે ડાન્સ કર્યો હતો. માતા અને દીકરાના ચહેરા પર લગ્નનો ઉમંગ વર્તાતો હતો.

ભત્રીજાના લગ્નમાં નીતા અંબાણી દીકરી ઈશા અંબાણી સાથે આવ્યા હતા. લગ્ન મંડપમાં દેરાણી ટીના સાથે નીતા અંબાણીનું ટ્યુનિંગ ખૂબ સારું હતું. નીતા અંબાણીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

અનિલ અંબાણીના મુંબઈના પાલી હીલ ખાતે આવેલા 17 માળના સી-વાઈન્ડ ઘરમાં આ ભભકાદાર લગ્ન રાખવામાં આવ્યા હતા. આખા ઘરમાં ફુલોથી સજાવટ કરવામાં આવી હતી. તેમજ રંગબેરંગી મંડપથી લગ્નનો રંગ જ અલગ ઉપસી આવતો હતો. લગ્નના મેનૂમાં એકથી એક ચડિયાતી આઈટમ રાખવામાં આવી હતી. ગુજરાતી વ્યંજનની સાથે સાઉથ, ચાઈનિઝ, ઈટાલિયન વગેરે ફૂડ મહેમાનો પીરસવામાં આવ્યું હતું.

અનેક સેલેબે લગ્નમાં હાજરી આપી: આ લગ્નમાં અનેક સેલેબ ઉપસ્થિત રહ્યા હતા. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, એનસીપીની નેતા સુપ્રિયા સુલે અને રીમા કપૂર સહિતના સેલેબ હાજર રહ્યા હતા.

ગેટને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો: ઘરના એન્ટ્રી ગેટ પર લાલટેન અને ફુલોથી ખૂબસુરત શણગાર કરવામાં આવ્યો હતો. ઘરમાં જતી વખતે રસ્તામાં ઝાડની ડાળીઓ પરથી દિવડાઓ લટકાવવામાં આવ્યા હતા. અંદર દાખલ થતાં જ કોઈ પણ અભિભૂત થઈ જાય એવો એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો હતો.

ગણેશની વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની: એન્ટ્રી ગેટમાંથી દાખલ થયા બાદ થોડેક આગળ જતાં વિશાળ ગણેશ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પ્રસંગને અનુરૂપ ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિથી વાતવરણમાં દિવ્યતાનો અનુભવ થતો હતો.

અઢી મહિના પહેલા કરી હતી સગાઈ: અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલે પોતાના 30મા બર્થડે પર 12 ડિસેમ્બરના રોજ ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈના અંદાજે અઢી મહિના પછી આ લગ્ન યોજાયા હતા.

દુલ્હન કૃષા શાહ કોણ છે: મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી કૃષા શાહ એક બિઝનેસ વુમન અને સોશ્યલ વર્કર છે. જે તેના ભાઈ મિશાલ શાહ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. કૃષા આ કંપનીની કો-ફાઉન્ડર પણ છે. કૃષાએ પોતાની શરૂઆતની સ્ટડી મુંબઈમાં કરી હતી, પછી વધુ અભ્યાસ માટે અમેરિકા અને યુકે ગઈ હતી. તેણે પ્રખ્યાત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સામાજિક નીત અને વિકાસમાં ડિગ્રી મેળવી છે. તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page