ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રવાની છે. પરંતુ મેચ પહેલા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ક્રિકેટર ક્રિસ ગેલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો છે. કયા કારણે ટ્રોલ થયો તે પણ અમે તમને જણાવીશું જોકે તસવીર જોઈને તમે પણ ચોંકી જશો. ક્રિસ ગેલે ભાગેડુ વિજય માલ્યા સાથે ફોટો પડાવ્યો હતો. આ પહેલા વિજય માલ્યા લંડનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો હતો તે દરમિયાન લોકોએ તેની કારને ઘેરી લીધી હતી અને ચોર-ચોરના નારા લગાવ્યા હતાં.
Great to catch up with Big Boss @TheVijayMallya cheers ? #RockStar ?? #F1 pic.twitter.com/cdi5X9XZ2I
— Chris Gayle (@henrygayle) July 13, 2019
ક્રિસ ગેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિજય માલ્યાને ગળે મળતો હોય તેવી તસવીર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, બિગ બોગ વિજય માલ્યાને મળીને ખૂહ જ સારું લાગ્યું, રોકસ્ટાર. આ બન્ને વચ્ચેની મુલાકાત બ્રિટિશ ગ્રાં પ્રીના વેન્યુ પર થઈ હતી. નોંધનીય છે કે, ક્રિસ ગેલ આઈપીએલમાં ઘણાં વર્ષો સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ભાગ રહ્યો હતો. જે ટીમનો માલિક વિજય માલ્યા છે.
Please courier him to india. Your will get a million dollar atleast reward.
— Sampathkumar (@sampath_topc) July 13, 2019
જોકે મહત્વની વાત એ છે કે, ક્રિસ ગેલનું આ ટ્વિટ જોઈને ભારતીય લોકો ભડક્યા હતા અને કેટલાંક યુઝર્સે તો ગેલને યાદ કરાવ્યું હતું કે, ભારતીય બેંકોના રૂપિયા લઈને ભાગી ગયો છે. તો કેટલાંકે તો વિજય માલ્યાને પાર્સલ કરીને ભારત મોકલી આપવા ક્રિસ ગેલને વિનંતી કરી હતી.
Great to catch up with the Universe Boss and my dear friend. For all those of you losers who call me CHOR, ask your own Banks to take their full money that I am offering for the past one year. Then decide on who is CHOR.
— Vijay Mallya (@TheVijayMallya) July 13, 2019
મહત્વની વાત એ છે કે, ભારતીય યૂઝર્સની કોમેન્ટો વાંચીને વિજય માલ્યા પણ ચૂપચૂપા બેસી રહ્યા ન હતાં તેણે પણ જવાબ આપતાં લખ્યું હતું કે, બોસ અને મારા સારા મિત્ર સાથેની મારી મુલાકાત સારી રહી હતી. જે લોકો મને ચોર કહી રહ્યા છે તેઓ પોતાની બેંકને કહે કે તેઓ મારી પાસેથી પૂરા પૈસા લઈ લે, જે હુ છેલ્લા એક વર્ષથી આપવા તૈયાર છું પછી નક્કી કરજો કે ચોર કોણ છે?
? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your thoughts soar! ✨ Don’t just explore, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?