Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightશિયાળામાં લસણના આ ફાયદાઓ જાણીને આજથી જ તમે રોજ ખાવાનું ચાલુ કરી...

શિયાળામાં લસણના આ ફાયદાઓ જાણીને આજથી જ તમે રોજ ખાવાનું ચાલુ કરી દેશો, લાગી શરત!

અમદાવાદઃ શિયાળો શરૂ થઈ ગયો છે અને આવામાં શરદી થવી સામાન્ય છે. આપણે શરદી થાય એટલે તરત જ દવા લઈ લેતા હોઈએ છીએ અને ઘણીવાર દવાઓ ઘાતક બની જાય છે. શિયાળામાં આપણે આપણી તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. લસણ તમામ રીતે ગુણકારી છે.

લસણના સેવનથી માત્ર સુંદરતા જ વધતી નથી પરંતુ શરીર પર સારું રહે છે. લસણમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આર્યન, વિટામીન સીન છે. થોડી માત્રામાં વિટામીન બી કોમ્પલેક્સ પણ મળે છે.

સદીઓ પહેલાં લોકો ચુસ્ત રહેવા માટે લોકો રોજ લસણ ખાતા હતાં. લસણ એન્ટી બાયોટિક તરીકે કામ કરે છે.

હૃદય સંબંધિતી બીમારીમાં લસણ જાદુઈ કામ કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે. લસણ શરદી-ખાંસીમાં રાહત આપે છે. આ ઉપરાંત છાતીના દુખાવામાં પણ રાહત આપે છે.

પશુઓ પર કરેલા પ્રયોગોમાં એ વાત સામે આવી કે લસણમાં ટ્યૂર વિરોધી ગુણ છે. બ્રેસ્ટ કેન્સર સંદર્ભે ઉંદર પર કરેલા સંશોધનમાં ખ્યાલ આવ્યો હતો કે ફ્રેશ લસણમાં કેન્સર સામે લડવાની શક્તિ છે.

લસણના ઉપયોગથી નપુંસકતા તથા યૌન નબળાઈ વગેરેમાં ફાયદાકારક છે. ઈટલી તથા સ્પેનમાં લોકો રોજિંદા ભોજનમાં લસણનો ઉપયોગ કરે છે

લસણથી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે. બીપીમાં પણ ફાયદો થાય છે.

લસણ ખાવાથી મોંમાં એક પ્રકારની સ્મેલ આવે છે, જેને કૉફી, મધ, દહીં, દૂધ તથા લવિંગ ખાવાથી દૂર કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page