Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodમળો, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની બહેનને, કે જેણે બોલિવૂડમાં કરી ધમાકેદાર એન્ટ્રી

મળો, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની બહેનને, કે જેણે બોલિવૂડમાં કરી ધમાકેદાર એન્ટ્રી

ભારતીય ટીમના ફાસ્ટર બોલર દીપક ચાહરની બહેન માલતી ચાહરની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા અઠવાડિયાએ જ માલતીએ ભાવિન ભાનુશાળીની સાથે ઈશ્ક પશ્મિના નામની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. સુપરમોડલ માલતી ચાહર દેખાવમાં બહુ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે. લાખો ચાહકો તેની પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે. માલતી ચાહર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પણ ફેન છે.

ભારતીય ક્રિકેટર દીપક ચાહર અને તેની બહેન માલતી ચાહરની વચ્ચે સારું બોન્ડિંગ છે. બન્ને ઘણીવાર એક-બીજાની સાથે હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. આ તસવીર પણ આ વર્ષે રક્ષાબંધનના તેહવારની છે.

માલતી ચાહર હાલ સુપર મોડલ છે અને તે ઘણા શોમાં ભાગ લઈ ચૂકી છે. માલતીના લાખો ચાહકો તેના દરેક પોસ્ટ પર લાઈક કરે છે. માલતી ચાહર ઘણાં સમયથી બોલિવૂડમાં આવવા માંગતી હતી.

દીપક ચાહરની બહેન માલતી ચાહર આ પહેલા ઘણી ફિલ્મ અને શોનો હિસ્સો રહી ચૂકી છે. જેમાં દે દે પ્યાર દે, વેલાપથી અને એઆઈ શો જેવા સામેલ છે. માલતી ચાહર હવે હિન્દી સિનેમામાં જોવા મળશે.

સોશિયલ મીડિયા પર દીપક ચાહરની બહેન માલતી ચાહરના લાખો ચાહકો છે. ઈન્સ્ટાગ્રામ પર માલતી ચાહરના 10 લાખથી વધારે ફોલોઅર્સ છે. માલતી ચાહરની દરેક પોસ્ટ અને વીડિયો પર લાખો લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

દીપક ચાહરની બહેન માલતી ચાહર પૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન છે અને ઘણી તસવીરો પણ પોસ્ટ કરી ચૂકી છે. દીપક ચાહર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે અને ધોની ટીમનો કેપ્ટન છે.

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહેલ દીપક ચાહરની બહેન માલતી ચાહરની બોલિવૂડમાં એન્ટ્રી થઈ ગઈ છે. તે ભાવિન ભાનુશાળીની સાથે ફિલ્મમાં કામ કરી રહી છે.

નવી ફિલ્મ ઈન્શ પશ્મિનામાં અભિનેતા ભાવિન ભાનુશાળી અને માલતી ચાહરની જોડી ધમાલ મચાવવા તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મની સફળતા બાદ માલતી ચાહર બોલિવૂડ નવી ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે.

ભારતીય ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતી ચાહર સુપર મોડલ છે અને બહુ જ સુંદર છે. તેના ચાહકોની સંખ્યા પણ ઓછી નથી. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે.

માલતી ચાહરના ભાઈ દીપક ચાહર ભલે ક્રિકેટર છે પરંતુ માલતી પણ ક્રિકેટની દીવાની છે. આ જ કારણે તે ઘણીવાર સ્ટેડિયમમાં મેચની મજા લેતી જોવા મળે છે.

માલતી ચાહરના ભાઈ દીપક ચાહર ભલે ક્રિકેટર છે પરંતુ માલતી પણ ક્રિકેટની દીવાની છે. આ જ કારણે તે ઘણીવાર સ્ટેડિયમમાં મેચની મજા લેતી જોવા મળે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page