Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાત હાઈકોર્ટમાં MLA અલ્પેશ ઠાકોરે સોગંદનામું કર્યું

ગુજરાત હાઈકોર્ટમાં MLA અલ્પેશ ઠાકોરે સોગંદનામું કર્યું

અમદાવાદઃ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી.

કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહી અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.

નોંધનીય છે કે 10 એપ્રિલે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના ઓફિશિયલ ફેબસુબ એકાઉન્ટ પર પોતાના રાજીનામાંનો પત્ર પોસ્ટ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page