Friday, April 19, 2024
Google search engine
HomeGujarat14 બાળકોના જીવ બચાવનાર જતીનની હાલત જોઈને રડી પડશો, આટલા લાખ દાન...

14 બાળકોના જીવ બચાવનાર જતીનની હાલત જોઈને રડી પડશો, આટલા લાખ દાન મળ્યું

3 વર્ષ પહેલા સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ઈજાના કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યા હતાં. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.

બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક ઘર સિલ કરવા સુધી આવી ઘઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌ-પ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી. અને ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજીક સંસ્થા તથા આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી કે, જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.’

જતીન નાકરાણીની વિદ્યાર્થિનીએ અમેરિકાથી કરી મદદ
તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જીયાણી આવતી હતી. પાયલ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.

કોને કેટલા રૂપિયાની મદદ કરી?

  • ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા
  • શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા
  • કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા
  • બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા
  • બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી

જતીન નાકરાણીને જ્યારે હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો ત્યારની ભાવુક કરી દેતી તસવીર.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page