Monday, May 13, 2024
Google search engine
HomeBollywood'પોપટલાલ'ના અંતે થશે લગ્ન, આ ગુજરાતી પટેલ યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાશે

‘પોપટલાલ’ના અંતે થશે લગ્ન, આ ગુજરાતી પટેલ યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાશે

લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોની આતુરતાનો અંતે અંત આવી રહ્યો છે. એ દિવસ આવી ગયો જેની બધા રાહ જોઈ રહ્યા. પત્રકાર પોપટલાલ ઘોડે ચડી રહ્યા છે. પોપટલાલ જેની સાથે લગ્ન કરવાના છે એ દુલ્હન રૂપ રૂપનો અંબાર છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પોપટલાલની દુલ્હન ગુજરાતી છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલના લગ્ન થવા જઈ રહ્યા. પત્રકાર પોપટલાલની વર્ષોની તમન્ના પૂરી થઈ રહી છે. દુલ્હા અને દુલ્હન બંનેના પરિવાર તરફથી હા આવી ગઈ છે અને બસ હવે લગ્ન કરવાના બાકી છે.

સીરિયલમાં પોપલલાલની દુલ્હન બનવા જઈ રહેલી યુવતીનું નામ પ્રતીક્ષા છે. જેને તમે સીરિયલમાં તો જોઈ જ ચૂક્યા હશો. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતીક્ષાનો રોલ કરનાર યુવતીનું રિયલ નામ ખુશ્બુ પટેલ છે અને તે ગુજરાતી છે. ખુશ્બુ પટેલ એક મોડેલ અને એક્ટ્રેસ તરીકે ઘણી જગ્યાએ કામ કરી ચૂકી છે.

ખુશ્બુ પટેલની ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરો જોઈએ તો ખબર પડે છે કે તે ખૂબ જ સ્ટાઈલીશ છે અને ફરવાની શોખીન છે. વેકેશનની તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છેય

ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન આઉટફીટમાં ખુશ્બુ પટેલ ખૂબ સુંદર લાગે છે. તેની સ્ટાઈલને જોઈને લાગે છે કે તે સીરિયલમાં બબિતા એટલે કે મુનમુન દત્તને ટક્કર આપશે.

ખુશ્બુ પટેલની સીરિયલમાં એન્ટ્રી કાયમી છે કે થોડા સમય માટે એની જાણકારી મળી શકી નથી. જોકે તેની સુંદરતા જોતા ફેન્સને તે પસંદ આવશે તેમાં કોઈ શંકા નથી.

સ્ટાઈલીશ ખુશ્બુ એટલે કે પ્રતીક્ષાની જોડી પત્રકાર પોપટલાસ સાથે કેવી લાગે છે એ જોવાનું રહ્યું.

ખુશ્બુ પટેલ મોડેલ અને એક્ટ્રેસ તરીકે અનેક જગ્યાએ કામ કરી ચૂકી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page