Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalZ+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો, બુલેટપ્રુફ ગાડીમાં ફરતો

Z+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો, બુલેટપ્રુફ ગાડીમાં ફરતો

જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણભાઈ પટેલ છે. તે પાતોને પીએમઓનો એડિશનલ ડીરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રુફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જેકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.

ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલ જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.

NDTVના રિપોર્ટ અનુસાર, કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેણે દૂધપથરીને પર્યટન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકે પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેવો જ તે ફરીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિરણભાઈ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસનોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page