Wednesday, April 24, 2024
Google search engine
HomeNationalનાની ઉંમરમાં યુવતીએ કર્યો સંસારનો ત્યાગ, એક ઝાટકે લક્ઝુરિયર્સ લાઈફ છોડી લીધી...

નાની ઉંમરમાં યુવતીએ કર્યો સંસારનો ત્યાગ, એક ઝાટકે લક્ઝુરિયર્સ લાઈફ છોડી લીધી દીક્ષા

રાજસ્થાનના જૈન સમાજમાં આપણે એવા ઘણા કિસ્સા સાંભળતા હોઈએ છીએ, જેમાં નાની ઉંમરમાં લોકો દીક્ષા લઈ સંયમનો માર્ગ પસંદ કરતા હોય છે. પરંતુ આ વખતે એક અલગ જ પ્રકારનો કિસ્સો જોવા મળે છે. અહીં માત્ર 12 જ વર્ષની ઉંમરે સાધુ સંતોથી પ્રભાવિત બની એક યુવતી સાધ્વી બની છે.

અજમેરની રહેવાસી એક યુવતી લગભગ 7 હજાર કિલોમીટર પદયાત્રા કર્યા બાદ દીક્ષા લઈ રહી છે. અમે આજે વાત કરી રહ્યા છીએ યુવતી નેહાની. જે મૂળ બિહારના કિશનગંજની રહેવાસી છે.

તેનો પરિવાર છેલ્લા ઘણા દિવસોથી અજમેરમાં રહે છે. નેહાએ જણાવ્યું કે, તે જ્યારે માત્ર 12 વર્ષની હતી ત્યારે એક દિવસ તેના મોટા પપ્પા સાથે બહાર જઈ રહી હતી.

આ દરમિયાન લૂંટના ઈરાદાથી આવેલ કેટલાક ગુંડા તત્વોએ તેના મોટા પપ્પા પર ફાયરિંગ કર્યું. જેના કારણે તેના મોટા પપ્પા રાજેન્દ્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.

આ ઘટના બાદ નેહા ખૂબજ ડરી ગઈ. હિંસાનું નામ પડતાં જ તેને ડર લાગવા લાગ્યો. આ દરમિયાન નેહાના ઘરે સાધુ-સંધોની આવન-જાવન શરૂ થઈ ગઈ. એવામાં તેણે આ જ સાધુ-સંતો પાસેથી ધર્મના ગ્રંથો અને અન્ય વસ્તુઓ અંગે સાંભળવાનું શરૂ કર્યું.

ઘરમાં સાધુ-સંતોના આવન-જાવનથી માસૂમ બાળકી એટલી બધી પ્રભાવિત થઈ કે, તેણે સાધુ-સંતો સાથે ચાલીને સફર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તે 13 વર્ષ સુધી સંતોના નિયમો પૂરા કરી સાધ્વી બનશે.

આટલી નાની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પરિવારજનોએ તેને રોકી પણ ખરી, પરંતુ તેણે કોઈનું ન સાંભળ્યું અને હવે નેહા સાધ્વી બની ગઈ છે. આ સિવાય રાજસ્થાનની બીજી 4 યુવતીઓ પણ નાની ઉંમરમાં સાધ્વી બની છે. આ અંગે સાધ્વી નેહાનું માનવું છે કે, જીવનનો અંતિમ પડાવ વૈરાગ્ય જ છે અને તેને નાની ઉંમરમાં જ અપનાવી લેવો જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page