Thursday, May 9, 2024
Google search engine
HomeSportsઅનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીએ ખરીદ્યો ભવ્ય વિલા, ઘરે બેસીને મારો અંદર...

અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીએ ખરીદ્યો ભવ્ય વિલા, ઘરે બેસીને મારો અંદર લટાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં જ મુંબઈના પૉશ એરિયા અલીબાગમાં એક સુંદર ઘર ખરીધ્યું છે. આ વિલા અલીબાગ ફાર્મહાઉસમાં છે અને અહીંથી મુંબઈ સ્પીડ બોટ દ્વારા માત્ર 15 જ મિનિટમાં જઈ શકાય છે. આ લેખમાં જુઓ તેની કિંમત અને ખાસિયતો.

200 વર્ગફીટમાં ફેલાયેલ છે આ વિલા
વિરાટ કોહલીએ અલીબાગના રહેણાક વિસ્તારમાં એક વૈભવી વિલા ખરીદી છે. અલીબાગમાં વિરાટ કોહલીની આ બીજી પ્રોપર્ટી છે અને આ લગભગ 2 હજાર વર્ગફીટમાં ફેલાયેલ છે. આ નવી વિલા માંડવા જેટ્ટીથી માત્ર 5 મિનિટના અંતરે છે.

કોહલીએ 6 કરોડમાં ખરીદી છે આ વિલા
કિંગ કોહલીએ અલીબાગમાં જે લગ્ઝરી વિલા ખરીદી છે, તેની કિંમત 6 કરોડ રૂપિયા છે. સ્પીડ બોટથી મુંબઈ માત્ર 15 જ મિનિટમાં જઈ શકાય છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અહીં ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરશે.

ભાઈ વિકાસ કોહલીએ કરાવ્યું રજિસ્ટ્રેશન
આવાસ લિવિંગ માટે કાનૂની સલાહકાર અને એડવોકેટ મહેશ મ્હાત્રેના જણાવ્યા અનુસાર કોહલી અત્યારે ઑસ્ટ્રેલિયા સાથેની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. આ જ કારણે વિલાનું રજિસ્ટ્રેશન તેના ભાઈ વિકાસ કોહલીએ કર્યું છે.

વિરાટની વિલામાં છે 400 ફૂટનો સ્વિમિંગ પૂલ
વિરાટ કોહલીએ જે વિલા ખરીદી છે, તેમાં લગભગ 400 વર્ગફૂટનો એક મોટો સ્વિમિંગ પૂલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અલીબાલમાં એક ફાર્મ હાઉસ ખરીધ્યું હતું. આ વિલા માટે તેમણે લગભગ 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી છે.

ગયા વર્ષે ખરીધ્યું હતું 20 કરોડનું ફાર્મહાઉસ
ગયા વર્ષે જ વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં 19.24 કરોડનું ફાર્મ હાઉસ ખરીધ્યું હતું. આ જિરાડ ગામમાં લગભગ 36 હજાર વર્ગફૂટમાં ફેલાયેલ છે. આ પ્રોપર્ટી માટે કપલે લગભગ 1.15 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી હતી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અલીબાગ વિસ્તારમાં ખરીદેલી આ બીજી પ્રોપર્ટી છે. 1 સપ્ટેમ્બર 2022ના રોજ, વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ ગિરાડ વિલેજમાં 36,059 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ફાર્મહાઉસ 19.24 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

આ ફાર્મહાઉસ સમીરા લેન્ડ એસેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સોનાલી રાજપૂત પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ત્યારે પણ વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલી તેમના વતી સત્તાવાર હસ્તાક્ષરકર્તા બન્યા હતા. તે વખતે તેમણે 1.15 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page