Monday, April 22, 2024
Google search engine
HomeBollywoodએક સોંગ ગાઈને રાતોરાત સ્ટાર બનેલ રાનુ મંડલને એક ગીત ગાવાના હિમેશ...

એક સોંગ ગાઈને રાતોરાત સ્ટાર બનેલ રાનુ મંડલને એક ગીત ગાવાના હિમેશ રેશમિયાએ કેટલા રૂપિયા આપ્યા? જાણીને ચોંકી જશો

મુંબઈ: પશ્વિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશ્કરના પ્રખ્યાત સોંગ ગાનાર મહિલા રાનૂ મંડલની રાતોરાત સ્ટાર બની ગઈ છે. રાનુ મંડલે ગાયેલા એક સોંગથી રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. આખો દેશ તેના અવાજનો દિવાનો થઈ ગયો છે. હવે તો બોલિવૂડમાં પણ તેની સતાવાર એન્ટ્રી થઈ ગઈ છે.

રાનુના અવાજનો જાદુ એવો હતો કે, અવાજ સાંભળીને લોકો એક સાથે ઉભા રહેતાં અને તેનું ગીત સાંભળતાં હતાં. તેણી સોશિયલ મીડિયા પર લતા મંગેશકરનું સોંગ ગાઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી હતી. રાનુને હિમેશ રેશમિયા સાથે પોતાનું પહેલું ગીત સ્ટૂડિયોમાં રેકોર્ડ કર્યું હતું. હિમેશની ફિલ્મ હેપ્પી હાર્દી એન્ડ હીરમાં તેરી મેરી ગીત રાનૂનાં અવાજમાં છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

હવે ખબરો આવી રહી છે કે, આ સોંગ માટે હિમેશ રેશમિયાએ રાનૂને પહેલી સેલેરી આપી દીધી છે. આ સેલેરી વધારે હોવાનાં કારણે રાનૂએ ના પાડી છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે હિમેશે રાનૂને 6-7 લાખ રૂપિયા ઓફર કર્યાં હતાં. ત્યાર બાદ હિમેશે જબરદસ્તી તેને આ પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે, તમને બોલિવૂડમાં સુપર સ્ટાર બનતા કોઈ રોકી નહીં શકે.


એક દિવસ રાનૂ ગીત ગાઈ રહી હતી ત્યારે અતિન્દ્ર ચક્રવર્તી નામનો યુવક ત્યાં હાજર હતો અને તેણે એક વીડિયો બનાવ્યો હતો. અતિન્દ્રએ આ વીડિયોને તેના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કર્યો હતો ત્યાર બાદ શું થયું તે દરેકને ખબર જ છે. હિમેશ રેશમિયા માટે જ્યારે રાનૂ ગીત રેકોર્ડ કરતી હતી ત્યારે અતિન્દ્ર પણ સ્ટુડિયોમાં હાજર હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page