Monday, April 22, 2024
Google search engine
HomeInternationalPM નરેન્દ્ર મોદીને ગુલદસ્તો આપવામાં આવ્યો તે સમયે પાંખડી જમીન પર પડી...

PM નરેન્દ્ર મોદીને ગુલદસ્તો આપવામાં આવ્યો તે સમયે પાંખડી જમીન પર પડી ગઈ પછી શું થયું?

ટેક્સાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટેન પહોંચ્યા હતાં જ્યાં તેમનું એરપોર્ટ પર જબરદસ્ત સ્વાગત કરાયું હતું. જોકે આ દરમિયાન નરેન્દ્ર મોદી જે કર્યું તેની આખી દુનિયામાં બહુ જ પ્રશંસા થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીને ગુલદસ્તો આપવામાં આવ્યો ત્યારે તેમાંથી એક પાંખડી નીચે પડી ગઈ હતી અને નરેન્દ્ર મોદીને ખબર પડી કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ નીચે પડી ગઈ છે તો તેમણે તે ઉપાડીને બાજુમાં ઉભેલા સિક્યુરિટીને આપી દીધી હતી જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.

પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટેનમાં પહોંચ્યા ત્યાં તેમના સ્વાગત માટે ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ક્રસ્ટોફર ઓલ્સન, ભારતમાં અમેરિકાના રાજદૂત કેન્નેથ જસ્ટર અને અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા ઉપસ્થિત રહ્યાં હતાં.


તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને એક મહિલા અધિકારીએ ફૂલનો ગુલદસ્તો આપ્યો હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ગુલદસ્તો લીધો ત્યારે તેમના હાથમાંથી એક ફુલની પાંખડી નીચે પડી ગઈ હતી. તે સમયે જ પીએમ મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કંઈક પડી ગયું છે તેમણે તરત આ પાંખડીને ઉપાડીને બાજુમાં ઉભેલા સિક્યુરિટીને આપી દીધી હતી.


નરેન્દ્ર મોદીએ નીચે પડેલ પાંખડી ઉપાડી લીધી તે જોઈને ત્યાં ઉપસ્થિતિ અધિકારીઓની સાથે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા થઈ રહી છે. કેટલાંક યુઝર્સ કહી રહ્યા છે કે, અમેરિકાની ધરતી પર પણ વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ભૂલ્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page