Head Tag: Body Tag:

સમલૈગિંક મિત્રથી કંટાળી મેકઅપ આર્ટિસ્ટે ફાંસી ખાઈને કરી આત્મહત્યા

ગ્વાલિયરમાં 5 વર્ષ નાના સમલૈગિંક મિત્રથી કંટાળી 20 વર્ષના યુવાને બુધવારે ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી છે. તે મેકઅપ આર્ટિસ્ટ હતો. તેણે ચાર પેજની સુસાઈડ નોટ છોડી છે. તેણે 15 વર્ષના યુવાન માટે લખ્યું છે- તેને સબક શીખવાડી દીધો છે. હું બદલો દીધા બાદ હવે જઈ રહ્યો છું.. મંગળવારથી 15 વર્ષનો આ છોકરો પણ લાપતા છે. પોલીસને એક ખાડામાંથી તેની સાઈકલ મળી છે.

વાંચો શું લખ્યું, સુસાઈડ નોટમાં…
મમ્મી-પપ્પા બધાં મને જ ખોટો સમજતા હતા. હું જીવવા તો ઈચ્છતો હતો, પરંતુ જ્યાં સુધી તે જીવતો છે, ત્યાં સુધી જીવી શકું તેમ નથી. તે ચાર વર્ષથી મારી સાથે ગંદુ કામ કરી રહ્યો છે. મારું દુ:ખ માત્ર હું જ જાણું છું, ત્યારબાદ પણ બધાં મને જ ખોટો સમજતા હતા, કારણકે તે નાનો હતો. બધાંએ મને ખોટો સમજ્યો, પરંતુ હું ખોટો નહોંતો. તે મને બ્લેકમેલ કરતો હતો. કહેતો હતો કે, તું મારી પાસે નહીં આવે તો, હું સૌને કહી દઈશ. જેલમાં મોકલવાની ધમકી આપતો હતો. એટલે હું મરી રહ્યો છું, પરંતુ આ પહેલાં તેને સબક શીખવાડી દીધો છે. બદલો લીધા બાદ હવે હું પણ જઈ રહ્યો છું.

તે નાનો ચોક્કસથી હતો. બધાં તેને સીધો સમજતા હતા, પરંતુ તેણે મને બહુ દુ:ખ આપ્યું છે. સેક્સ કરવા માટે ગમે ત્યારે બોલાવતો હતો. મને શારીરિક યાતનાઓ આપતો હતો. બ્લેકમેલ કરતો હતો. તેની પાસે જે મોંઘી સાઈકલ છે, તે મેં જ અપાવી હતી. આ માટે મેં ઘરમાં ચોરી કરી. મમ્મી-પપ્પા મને માફ કરી દેજો. તેના કારણે મેં આ ખોટું પગલું લીધું, પરંતુ કોઈ મને સમજી ન શક્યું.

ચાર વર્ષ સુધી મને બ્લેકમેલ કરીને તેણે મારી પાસે ત્રણ લાખ કરતાં વધુનો ખર્ચ કરાવી દીધો છે. પપ્પા, તમે તમારી મહેનતથી પૈસા બચાવીને મને જે મોબાઈલ લાવી આપ્યો હતો, તે પણ તેની પાસે જ છે. તેની પાસેથી એ મોબાઈલ મારા પપ્પાને અપાવી દેજો. અત્યાર સુધીમાં મેં તેને જે કઈં પણ આપ્યું, તે બધુ જ પાછું લઈ લેજો.

મમ્મી-પપ્પા મને તમારી બહુ યાદ આવશે, પરંતુ તે છે ત્યાં સુધી હું જીવતો રહી શકું તેમ નથી, એટલે મેં બદલો લઈ લીધો છે. હવે હું મરવા જઈ રહ્યો છું. મારા મૃત્યુ બાદ કોઈ દુ:ખી ન થતા. સારી રીતે રહેજો. મારા કોઈપણ પગલાથી મારાં ઘરવાળાંને હેરાન કરવામાં ન આવે. મારો જે પણ સામાન છે તે પાછો આપી દેવામાં આવે. પપ્પા તમે મારા માટે બહુ કર્યું. મને ભણાવ્યો. હું પણ બહુ ભણ્યો. મહેનતથી પાર્લરનો કોર્સ શીખ્યો, પરંતુ બધુ નકામું થઈ ગયું.

તે નાનો ચોક્કસથી હતો, પરંતુ બહુ ગંદો હતો. તેને મે સ્માર્ટ વ~ઓચ, મોબાઈલ, બ્લૂટૂથ, હેડફોન અને બીજો ઘણો સામાન મે અપાવ્યો છે. મમ્મી, પપ્પા, બહેન અને મામા, હું તમને ક્યારેય ખોટું બોલી ગયો હોવ તો, મને માફ કરી દેજો. વંદના મેમ તમે બહુ સારાં છો. નૂરી દીદી અત્યાર સુધીમાં તમે સમજી જ ગયાં હશો કે, હું કેમ પરેશાન હતો. તમે સૌ બહુ સારાં છો. તમે મારી બહુ મદદ કરી છે. હવે હું જઈ રહ્યો છું. મેં મારો બદલો લઈ લીધો છે…

જેનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે, તેનો સાઈકલ કુવામાં મળી
મૃતક તેની સુસાઈડ નોટમાં જે વિદ્યાર્થીનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યો છે અને બદલો લેવાની વાત લખી રહ્યો છે, તે પણ લાપતા છે. તેના ઘરે પહોંચીને પોલીસે તેનો મોબાઈલ તપાસ્યો તો તેમાં અંતિમ મેસેજ નાનીના મોબાઈલ પર હતો- તે જેસી મિલના ખેંડેર તરફ જઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી તો તેની સાઈકલ એક ઊંડા ખાડામાં મળી. પોલીસને તેની હત્યા થવાની આશંકા છે.