Saturday, April 20, 2024
Google search engine
HomeAjab Gajabથઈ જાવ સાવધાન, જો તમે પોર્ન જોતા હોવ તો ગૂગલ અને ફેસબુક...

થઈ જાવ સાવધાન, જો તમે પોર્ન જોતા હોવ તો ગૂગલ અને ફેસબુક તમારી પર રાખી રહ્યાં છે નજર!

ન્યૂયોર્કઃ જો તમને ઈંકોગ્નિટો મોડ (પ્રાઈવેટ બ્રાઉઝર કે પ્રાઈવેટ વિન્ડો)નો ઉપયોગ પોર્નોગ્રાફી માટે કરો છો અને વિચારો છે કે આની જાણ કોઈને થતી નથી તો તમે ખોટા છો. ગૂગલ, ફેસબુક અને ઓરેકલ ક્લાઉડ પણ તમારી પર છાનામાના નજર રાખી રહ્યું છે.

લેપટોપ કે સ્માર્ટફોન પર ઈંકોગ્નિટો મોડ પર સ્વિચ કરીને પણ જોવામાં આવતી પોર્ન પર સીક્રેટલી નજર રાખવામાં આવે છે. માઈક્રોસોફ્ટ, કાનેર્ગી મેલન યુનિવર્સિટી તથા પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

તપાસમાં સામે આવ્યું કે 93 ટકા વેબપેજ એવા છે, જે યુઝર્સના ડેટને થર્ડ પાર્ટી માટે ટ્રેક તથા લીક કરે છે. આ માટે વેબ એક્સરે નામના એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. જેણે, 22,484 સેક્સ વેબસાઈટની તપાસ કરી હતી. યુઝર્સને ટ્રેક કરતી 230 કંપની તથા સેવાઓની ઓળખ કરનાર સંશોધનકર્તાએ કહ્યું હતું કે આ સાઈટ પર ટ્રેકિંગ કેટલીક મુખ્ય કંપનીઓના અંકુશમાં છે. પોર્નગ્રાફી સિવાયના ટ્રેકિંગમાં ગૂગલ 74 ટકા સાઈટને ટ્રેક કરે છે. ઓરેકલ 24 તથા ફેસબુક 10 ટકા સાઈટને ટ્રેક કરે છે. બિન-પોર્નોગ્રાફીમાં 10 અમેરિકન સાઈટ મુખ્ય છે, જ્યારે પોર્નોગ્રાફીમાં મોટાભાગની કંપનીઓ યુરોપમાં છે.

કાલ્પનિક પ્રોફાઈલ બનાવી
સંશોધનકર્તાની ટીમે જેક નામનું એક કાલ્પનિક પ્રોફાઈલ બનાવી હતી. જે પોતાના લેપટોપ પર પોર્ન જોવાનું નક્કી કરે છે. જેકે પોતાના બ્રાઉઝરમાં ઈંકોગ્નિટો મોડ ઓન રાખ્યું હતું અને માની લીધું કે તેની એક્ટિવિટી કોઈ જોઈ શકે તેમનથી. તે એક સાઈટ શોધે છે અને પ્રાઈવસી પોલિસી માટે એક નાનકડી લિંકને સ્ક્રોલ કરે છે. તે વિચારે છે કે પ્રાઈવસી પોલીસ હેઠળ સાઈટ તેની અંગત માહિતીને સિક્યોર રાખશે અને તેથી જ જેક એક પોર્ન વીડિયો ક્લિક કરે છે. સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે જેકને ખ્યાલ નહોતો કે ઈંકોગ્નિટો મોડ માત્ર એ જ સુનિશ્ચિત કરે છે કે તેની બ્રાઉઝઇંગ હિસ્ટ્રી જે-તે કમ્પ્યુટર પર સેવ ના થાય, જે સાઈટ પર તે જાય છે. તેનાથી તે ઓનલાઈન જે એક્ટિવિટી કરી છે, તે છુપાઈ શકતી નથી. થર્ડ પાર્ટી તે તમામ પ્રવૃત્તિને ટ્રેક કરે છે અને નજર પણ રાખે છે. જેક દ્વારા એક્સેસ કરવામાં આવેલી તમામ માહિતી થર્ડ પાર્ટી ટ્રેકર્સ તે સાઈટના યુઆરએલની મદદથી તેની યૌન ઈચ્છાઓનું પણ અનુમાન લગાવી શકે છે. તે જેક સાથે જોડાયેલો ડેટા વેચી પણ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page