Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના? જાણો અંબાલાલ પટેલે શું...

ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે કેરલમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. જોકે વરસાદનું નામ લેતાં જ લોકો આગાહી કરવાનું શરૂ કરી દે છે. ખાનગી હવામાનની બાબતોના નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે પણ ફરી વરસાદની આગાહી કરી છે.

વરસાદને લઈને આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં વરસાદ પડી તેવી સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે 15 દિવસ મોડું ચોમાસું રહેશે. ગુજરાતમાં 15 જૂનથી ઝાપટાં પડવાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, ડાંગમાં પડશે. વલસાડ, સાબરકાંઠા, સુરતમાં પણ વધારે વરસાદ પડશે. જ્યારે કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, જામનગરમાં ઓછો વરસાદ પડે તેવી શક્યતા છે. શરૂઆતમાં વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જોકે ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારો રહેશે.

સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં પૂરની પણ સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પ્રમાણસર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં સારો અને કેટલાકમાં મધ્યમ વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page