Tuesday, April 23, 2024
Google search engine
HomeSportsસાનિયાની બહેન અમન મિર્ઝા કોની સાથે કરશે મેરેજ? જાણો તેનું નામ

સાનિયાની બહેન અમન મિર્ઝા કોની સાથે કરશે મેરેજ? જાણો તેનું નામ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહી છે. આ પહેલાં 9 ડિસેમ્બરે અનમની મહેંદી સેરેમની યોજાઈ હતી જેની તસવીરો અનમ અને સાનિયા મિર્ઝાએ પોતાના સોશિયલ પેજ પર શેર કરી હતી. નોંધનીય છે કે અગાઉ પણ અમનને લગ્ન કર્યા હતા જોકે તેણે બે વર્ષ બાદ છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો.

મહેંદી સેરેમનીમાં અનમે ગ્રીન અને બ્લૂ રંગનો ફ્લોરલ લહેંગો પહેર્યો હતો જેમાં તે બહુ જ સુંદર લાગતી હતી. બહેનની મહેંદી સેરેમનીમાં સાનિયાએ બ્લેક-ઓરેન્જ રંગના એમ્બ્રોડરીવાળો સ્કર્ટ પહેર્યો હતો. મહેંદી સેરેમની પહેલા અનમની સ્પિન્સ્ટર પાર્ટી યોજી હતી. જેમાં તે પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. બન્ને બહેનોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, અનમ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ પહેલા અનમે બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રાશીદ સાથે લગ્ન કર્યાં હતા જોકે તેણે લગ્નના બે વર્ષ બાદ 2018માં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીઠી સેરેમનીની તસવીરો શેર કરી હતી. જેમાં તે પોતાના ભાઈ-બહેનો સાથે જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page