Friday, April 19, 2024
Google search engine
HomeAjab GajabVideo: અમેરિકામાં ટ્રાફિકથી ધમધમી રહેલા રોડ પર પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Video: અમેરિકામાં ટ્રાફિકથી ધમધમી રહેલા રોડ પર પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

વોશિંગ્ટન: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં હાઈવે પર એક પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનને રોડ પર ઉતરતાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને રસ્તા દોડધામ મચી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એક નાનું વિમાન રોડ પર ઉતર્યું હતું. ઓથોરિટીએ કહ્યું કે, કેઆર-2 વિમાને હાઈવે પર ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું, કારણ કે તેમાં ફ્યુઅલ સિસ્ટમ ખામી સર્જાઈ હતી.

વોશિંગ્ટન સ્ટેટ પેટ્રોલના જોના બાટિસ્ટેએ કહ્યું કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. તેણે વીડિયો અને ફોટા શેર કર્યાં છે. જોઈ શકાય છે કે વિમાન હાઈવે પર લેન્ડ કરી રહ્યું છે. ઉતરાણ બાદ વિમાન રેડ લાઈટ પર ઉભું રહી ગયું હતું અને પાયલોટ હાથથી વિમાનને ખેંચીને બાજુમાં ખસેડે છે.

અનેક લોકોએ આ વીડિયો પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. લોકો ટ્વિટર પર પાઈલોટની પ્રશંસા કરી રહ્યા છે અને અન્ય લોકો મજાક ઉડાવી રહ્યા છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


જોના બટિસ્ટે ફોક્સને આ ઘટના વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે, તે જાણતો હતો કે તેણે કટોકટી ઉતરાણ કરવું પડશે અને તે સુરક્ષિત રીતે કરવામાં સક્ષમ હતું. તે ખૂબ જ ભાગ્યશાળી ઘટનાઓની શ્રેણી હતી. ટ્રાફિક બંધ કરાયો હતો અને વિમાન પણ કોઈપણ વાહન અથવા પદયાત્રીઓના સંપર્કમાં આવ્યું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page