Sunday, May 19, 2024
Google search engine
HomeSportsઆર્મી કેમ્પમાં ફરજ પર MS ધોની જાતે કરી રહ્યો બૂટ પોલીશ, તસવીર...

આર્મી કેમ્પમાં ફરજ પર MS ધોની જાતે કરી રહ્યો બૂટ પોલીશ, તસવીર વાયરલ થઈ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હાલ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય આર્મી સાથે ફરજ પર છે. હાલ ધોની 106 ટીએ બટાલિયન સાથે ફરજ બજાવી રહ્યો છે. આર્મીમાં ફરજ બજાવવા માટે ધોનીએ બે મહિના માટે ક્રિકેટની દુનિયાનીથ દૂર રહ્યો છે. ધોની આગામી 15 ઓગસ્ટ સુધી ખીણમાં જ રહેશે.

હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીને કાશ્મીર ખાતે ભારતીય જવાનો સાથે વોલીબોલ રમતો નજરે પડ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. હવે ધોનીની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીર જોતાં જ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

MS ધોની પોતાના સરળ અને હંમેશા જમીન પર જ રહેવાના સ્વભાવ માટે જાણીતો છે. જે તસવીર વાયરલ થઈ તેમાં તે પોતાના આર્મી બૂટને પોલીશ કરતો નજરે પડ્યો હતો. વિકેટકિપર તેમજ બેટ્સમેન ધોનીએ કેટલાંક સમય માટે ભારતીય સેનામાં ફરજ બજાવવાનું નક્કી કર્યું હતું.


ધોની 31મી જુલાઈના રોજ આર્મી રેજીમેન્ટ સાથે જોડાયો હતો. ધોનીની જે તસવીર વાયરલ થઈ છે તે પ્રશંસકોને ખૂબ પસંદ આવી છે. લોકો આ તસવીર જોયા બાદ ધોનીની સાદગીના વખાણ કરતા થાકતાં નથી. લોકો કહી રહ્યા છે કે, અમને અમારા સિપાહી પર ગર્વ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page