Wednesday, May 15, 2024
Google search engine
HomeGujaratહવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જોકે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થતાં આગામી બે અઠવાડિયા સુધી ગુજરાતભરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનની બે વરસાદી સિસ્ટમના લીધે લો-પ્રેશર સર્જાયું છે. જેને લઈને હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહીત ગુજરાતમાં આ લો-પ્રેશરના કારણે ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

હવે ફરીથી ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી બે અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બનેલો રહેશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી સ્થિતિ કેવી રહેશે તેની તમામ જાણકારી આપતો રહીશ. હવામાન વિભાગના મતે, આગામી બે અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર સર્જાઈ રહ્યું છે. જેના કારણે રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. લો-પ્રેશર સર્જાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણાં ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page