Tuesday, April 23, 2024
Google search engine
HomeSportsહાર્દિક પંડ્યા અને વિદેશી મોડલ નતાશા વચ્ચે છે રિલેશનશીપ? શેર કરી તસવીર

હાર્દિક પંડ્યા અને વિદેશી મોડલ નતાશા વચ્ચે છે રિલેશનશીપ? શેર કરી તસવીર

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા પણ અન્ય ખેલાડીઓની જેમ નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ઈન્ટા સ્ટોરી શેર કર્યાં બાદ હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હાર્દિકે આ તસવીરને શેર કરતાં નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. હાર્દિકની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે રિલેશનશીપની અફવા ઓગસ્ટ 2019થી સોશિયલ મીડિયામાં ચાલી રહે છે. બંન્નેને ઘણીવાર એકસાથે સ્પોટ થયા છે. ડાન્સ રિયાલિટી શો નચ બલિએ-9માં જલવો બતાવનાર નતાશા માટે હાર્દિક પંડ્યાએ વોટ પણ માંગ્યા હતાં. હાર્દિકે નતાશાને પોતાના પરિવાર સાથે મુલાકાત પણ કરાવી હતી. જોકે હજુ સુધી બન્ને તરફથી રિલેશનશીપને લઈને કોઈ નિવેદન સામે આવ્યું નથી. મહત્વની વાત એ છે કે, હાર્દિક અને નતાશાએ એકસાથે નવા વર્ષની ઉવજણી કરી હતી.

નવા વર્ષની શુભેચ્છા આપતા હાર્દિકે નતાશાની સાથે તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીર શેર કરતાં હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શુભેચ્છા. આ તસવીરમાં હાર્દિક પંડ્યા અને નતાશાએ એકબીજાનો હાથ પકડેલો છે. આ ઉપરાંત દિલની ઈમોજી પણ બનાવ્યું હતું. તમામ ચાહકો હાર્દિક પંડ્યાની આ તસવીર પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. આ તસવીર બાદ હાર્દિક અને નતાશાના સંબંધોને ઓફિશિયલ માનવામાં આવી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટાનકોવિચે ત્રણ વર્ષની ઉંમરમાં ડાંસ શીખવાનું શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરમાં તેણે મોડલ સ્કૂલ ઓફ બેલેમાં એડમિશન લીધું હતું. 2020માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ પાત્ર અને ડાન્સમાં પણ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. આ સપનાં સાકાર કરવા માટે તેણે 2012માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા અભિનેત્રી ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા અને અલી અવરામની સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ હાર્દિક પંડ્યાએ હજુ સુધી કોઈ પણ રીલેશનશિપને લઈને કોઈ પણ જાતનો સ્વીકાર કર્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page