Monday, April 29, 2024
Google search engine
HomeGujaratવેલેન્ટાઇન ડેના આગલા દિવસે કલ્પેશે ડોલોની 30 ગોળી ખાધી હતી, તૃષા પર...

વેલેન્ટાઇન ડેના આગલા દિવસે કલ્પેશે ડોલોની 30 ગોળી ખાધી હતી, તૃષા પર લાવતો હતો દબાણ

ગુજરાતની વધુ એક દીકરી એક તરફી પ્રેમીના ઝનૂનનો ભોગ બની છે. સુરતની ગ્રીષ્મા બાદ વડોદરાની દીકરી તૃષા સોલંકની હત્યાએ બધાને હચમચાવી દીધા છે. વડોદરાની 19 વર્ષીય દીકરી તૃષાની બેહરમીથી હત્યા કરનાર કલ્પેશ કાયર નીકળ્યો. નિર્દોષ દીકરી પર ઉપરા-ઉપરી 10 ઘા ઝીંકી લોહીના ફુવારા ઉડાવનારા કલ્પેશને પોતાનું લોહી જોઈ ચક્કર આવી ગયા હતા. કોર્ટમાં રિમાન્ડ મંજૂર થતાં 10 મિનિટ સુધી તે કોર્ટમાં બંને હાથ ભીંસીને બેસી રહ્યો હતો. એટલું જ નહીં આ પહેલાં તૃષા પર દબાણ લાવવા વેલેન્ટાઇન ડેના આગલા દિવસે કલ્પેશે ડોલોની 30 ગોળી ખાઈ લેતા હોસ્પિટલ ભેગો કરવો પડ્યો હતો.

બ્લડ ટેસ્ટ માટે લોહી લીધું તો ચક્કકર આવી ગયા
​​​​​​​એક તરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોરે બીજા યુવકને પ્રેમ કરતી તૃષા સોલંકી પર દોઢ કિલોના પાળિયાથી 10 ઘા મારીને તેનો હાથ પણ કાપી નાંખ્યો હતો. તૃષાના લોહીથી નિતરતા પાળિયાને તેની જ ઓઢણીથી સાફ કર્યું હતું. કલ્પેશની ધરપકડ બાદ તેના બ્લડ ટેસ્ટ માટે ગુરુવારે તેને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ઈન્જેક્શનથી લોહી લેવાતાં પોતાનું લોહી જોતાં જ કલ્પેશને ચક્કર આવી ગયા હતાં. પોલીસની પૂછપરછમાં કલ્પેશ ભાંગી પડ્યો હતો અને પોપટની માફક બોલવા માંડ્યો હતો.

વેલેન્ટાઇન ડેના આગલા દિવસે પણ ડોલોની 30 ગોળી ખાધી હતી.
તૃષા સોલંકી મર્ડરના આરોપી કલ્પેશ ઠાકોરને ક્રાઈમ બ્રાંચે ગુરુવારે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શુક્રવારના રોજ પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. તૃષા પણ દબાણ નાખવા વેલેન્ટાઇન ડેના આગલા દિવસે ઘરે ડોલોની 30 ગોળી ખાઈ લેતાં કલ્પેશને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

રિમાન્ડ મંજૂર થતાં બંને હાથ ભીંસી દીધા
કલ્પેશ સુનાવણી દરમિયાન તો મક્કમ જોવા મળ્યો હતો પરંતુ જજ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં જ તેણે બંને હાથ ભેગા કરી ભીંસી દીધા હતા અને સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થવાની છેલ્લી લગભગ 10 મિનિટ સુધી તે કોર્ટમાં બંને હાથ ભીંસીને બેસી રહ્યો હતો અને તેના ચહેરાના હાવભાવ પણ બદલાઇ ગયા હતા તેમજ કોર્ટમાં હાજર પોલીસકર્મીઓ તરફ વારેવારે નજર કરી તેમને જોઇ રહ્યો હતો.

1 મહિના પહેલાંથી જ હત્યાનો પ્લાન બનાવતો તો
કલ્પેશે પોલીસને જણાવ્યું કે, જ્યારથી તૃષા ગોધરાથી વડોદરા પોલીસ ભરતીની તૈયારી કરવા આવી હતી, ત્યારથી તે સોશિયલ મીડિયાથી તૃષા સાથે વાત કરતો હતો. જેમાં તૃષા સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાનું જાણવા મળતાં કલ્પેશ ગુસ્સામાં હતો. 1 મહિના પહેલાંથી જ હત્યાનો પ્લાન બનાવતો હતો, જેના માટે તૃષાને અવાર-નવાર મળવા કલ્પેશ બોલાવતો હતો. જોકે યુવતી મળવા માગતી ન હતી. આખરે મંગળવારે તૃષા મળવા રાજી થતાં હત્યાના પૂર્વયોજિત ઇરાદા સાથે તેની દુકાનમાં પડેલું પાળિયું લઈ પહોંચ્યો હતો અને હત્યા કરી દીધી હતી.

હત્યા કર્યા બાદ કલ્પેશ સોફા પર આરામ ફરમાવતો હતો
હત્યાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે અડધી રાત સુધી તૃષાના 12થી વધુ મિત્રો અને સંબંધીની પૂછપરછ બાદ કલ્પેશને તેના ઘરેથી પકડ્યો હતો. હત્યા કરી કલ્પેશ પોતાના બાઈક પર બેસી ઘરે ગયો હતો અને બાથરૂમમાં જઈ લોહીવાળા કપડાં કાઢીને નાહી સોફા પર આરામ ફરમાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.

તૃષાના મોબાઇલની તમામ માહિતી ડિલીટ કરી દીધી
ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.એ.જાડેજાએ જણાવ્યું કે, આરોપી પાસેથી યુવતીનો મોબાઈલ કબજે કર્યો છે. તેના ફોનના મેસેજ સહિતની માહિતી આરોપીએ ડિલીટ કરી છે. જેથી આરોપી સામે પુરાવાનો નાશ કરવા બદલ આઈપીસીની કલમ 201નો ઉમેરો કરાયો છે. આરોપીની દુકાનમાંથી હત્યામાં વપરાયેલા પાળિયું અને લોહીવાળાં કપડાં પણ પોલીસે કબજે લીધાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page