Friday, May 10, 2024
Google search engine
HomeFeature Bottomબુધવાર અને ગણેશ ચતુર્થીનો અનોખો સંયોગ, કેવી રીતે કરશો પૂજા વિધિ

બુધવાર અને ગણેશ ચતુર્થીનો અનોખો સંયોગ, કેવી રીતે કરશો પૂજા વિધિ

ધર્મડેસ્ક: શુભકાર્યની શરૂઆત ભગવાન શ્રીગણેશના ધ્યાનથી થાય છે. હિન્દુધર્મમાં ગણેશ ભગવાનનું સર્વોચ્ચ સ્થાન છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, જે ભક્તોના દુ:ખ હરી લે છે.  22મી મેના રોજ ગણેશ ચતુર્થી અને બુધવારનો અનોખો સંયોગ રચાયો છે.

ગણેશ ચતુર્થીનું શું છે મહત્વ?

– ગણેશ ચતુર્થી અને બુધવારે શુદ્ઘ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજાને ઉત્તમ માનવામાં આવે છે. જે લોકોની શુદ્ધ ઘીના લાડુઓ ચડાવવાની ક્ષમતા ના હોય તેઓ કુશ પણ ચડાવી શકે છે. માન્યતા મુજબ ભગવાન ગણપતિ ખૂબ સીધા હોવાથી તેમને પ્રસન્ન થતા વાર નથી લાગતી. કુશથી પણ ભગવાન પ્રસન્ન થઈને ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.

– લાડુ ઉપરાંત ગણેશની વિશેષ મંત્રો દ્વારા પૂજા પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ૐ ગણેશાય નમ: અને શ્રી ગણેશાય નમ: આ બે મંત્ર દ્વારા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જેથી વિઘ્ન અને સંકટોથી બચી શકાય છે અને જીવનના દરેક સપનાઓને સાકાર થાય છે.

– ગણેશ ચતુર્થી અને બુધવારના દિવસે હાથીને ચારો ખવડાવો.આનાથી તણાવ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

– ગણેશ ચતુર્થી અને બુધવારના દિવસે ગણેશયંત્રની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. જેથી ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.

ગણેશ ચતુર્થીની પૂજા વિધિ

– સવારે સ્નાન કરીને સાફ કપડાં પહેરવા.
– ગણેશજીની પૂજા વખતે મોઢું પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું
– સાફ આસાન પર બેસી ફળ, ફૂલ, નાડાછડી, પંચામૃત વગેરેથી ગણેશજીને સ્નાન કરાવીને પૂજા કરવી
– ગણેશજીને તલની બનેલી વસ્તુઓ જેમ કે લાડુ કે મોદકનો ભોગ ચડાવો
– સાંજે વ્રત કરનારા ભક્તોએ સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળવી
– ચતુર્થીના દિવસે વ્રત-ઉપવાસ રાખી ચંદ્ર દર્શન કરી ગણેશજીને આરતી કરો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. It’s truly very difficult in this busy life to listen news on TV,
    so I simply use the web for that purpose, and get the most
    up-to-date news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page