Tuesday, May 21, 2024
Google search engine
HomeBollywoodગુજરાતી સિંગર કિંજલ દવે અને પવને અનોખી રીતે એંગેજમેન્ટ એનિવર્સરીનું કર્યું સેલિબ્રેશન,...

ગુજરાતી સિંગર કિંજલ દવે અને પવને અનોખી રીતે એંગેજમેન્ટ એનિવર્સરીનું કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો

One Gujarat, Ahmedabad: હાલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની ઘણી તસવીરો વાયરલ થઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. 19 એપ્રિલ, 2018ના રોજ કિંજલ દવે અને પવને સગાઈ હતી. જે સગાઈને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સોમવારે એટલે 19 એપ્રિલે કિંજલ દવે અને પવને એંગેજમેન્ટ એનિવર્સરીને અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું. એંગેજમેન્ટ એનિવર્સરી સેલિબ્રેશનમાં પરિવારના સભ્યોએ હાજરી રહ્યા હતાં. આ પ્રસંગે પવને કિંજલને ફરી રિંગ પહેરાવી હતી. પવને અને કિંજલે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. સ્ટેજ પર કિંજલ અને પવને એકબીજાનો હાથ પકડીને ડાન્સ પણ કર્યો હતો.

ચાર ચાર બંગડી…ફેમ કિંજલ દવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કેન્દ્ર સ્થાને બની છે અને તેની પાછળનું કારણ તેનું કોઈ નવું ગીત નહીં, પણ નવી કાર છે. ઇસ્ટાગ્રામ પર કિંજલે એક તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઇ ગઇ. આ તસ્વીરમાં કિંજલ કિયા કંપનીની નવી બ્લેક કલરની કાર સાથે નજરે પડી રહી છે.

બીજી એક તસ્વીરમાં કિંજલની સાથે તેના પિતા લલિતભાઈ પણ છે અને પિતાના હાથે તે કારની ચાવી લેતા જોવા મળી રહી છે. આ સાથે ગુજરાતની આ કોયલ બે કારની માલિક બની ગઇ છે. આ પહેલા કિંજલે ઇનોવા કાર ખરીદી હતી. હવે તેના કારના કાફલામાં કિયા કંપનીની સેલ્ટોસ લક્ઝરી કાર પણ સામેલ થઇ ગઇ છે. એવું કહેવાય છે કે આ કાર તેના પિતાએ ભેટમાં આપી છે.

વેલ, કારની વાત નીકળી છે તો તમને જણાવી દઇએ કે ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડી વાળી ગાડી (આઉડી) લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમાં પકડાઇ હતી. કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી કારમાં વર્ષ 2017માં અપહરણ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. અમદાવાદની વટવા પોલીસે તે કારને પણ જપ્ત કરી હતી.

જો વાત કરીએ કિંજલની તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા હીરાઘસુ એટલે કે રત્નકલાકાર હતા. તેઓ હીરા ચમકાવવા ઉપરાંત ગીતો લખવાના પણ શોખીન હતા.

કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. તે અરસામાં તેમની મુલાકાત મનુ રબારી સાથે થઇ અને બંનેએ સાથે મળીને અનેક ગીતો લખ્યા.

જો કે કિંજલ સાત વર્ષની નાની વયથી જ સ્ટેજ પર્ફોર્મ કરતી હતી અને તેનો અવાજ પણ સૂરીલો હતો. તેથી મનુ રબારીએ તેના માટે ગીતો લખવાના શરૂ કર્યા અને જોત જોતામાં બંનેની જોડીએ ઘણાં હીટ ગીતો ગુજરાતની જનતાને આપ્યા.

ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.

હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page