Saturday, May 11, 2024
Google search engine
HomeInternationalશરત જીતવા માટે વ્યક્તિ જીવતી ગરોળી ગળી ગયો અને પછી જે થયું...

શરત જીતવા માટે વ્યક્તિ જીવતી ગરોળી ગળી ગયો અને પછી જે થયું તે…!!!

સિડનીઃ મોટા ભાગે જોવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ કે ઘટનાને લઈ શરત લગાવતો હોય છે. જોકે, ઘણીવાર સમજ્યા વિચાર્યા વગરની શરત મોતના મુખમાં પણ ધકેલી દે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિને શરત લગાવવી ભારે પડી ગઈ હતી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

શું છે મામલો?
ઓસટ્રેલિયાના બ્રિસમેનમાં પાર્ટી દરમિયાન ડેવિડ ડૂવેલ નામના વ્યક્તિએ શરત માટે જીવતી ગરોળી ગળી લીધી હતી. આ ખાધા બાદ તેના પેટમાં ઈન્ફેક્શન લાગી ગયું હતું અને 10 દિવસ બાદ તેનું નિધન થયું હતું.

પાર્ટનરે આ વાત કહીઃ
ડેવિડની પાર્ટનર એલિરા બ્રિકનેલે કહ્યું હતું કે તે એક પ્રેમાળ પિતા હતાં. તેને બધા જ પ્રેમ કરતા હતાં. તેને ત્રણ બાળકોની ચિંતા છે. ડેવિડના જવાથી પરિવાર આઘાતમાં છે. તેને ખ્યાલ નથી કે ડેવિડનું મોત કેવી રીતે થયું પરંતુ ડેથ સર્ટિફિકેટમાં ગરોળી ખાવાને કારણે મોત થયું, તેવું કારણ આપવામાં આવ્યું છે. તે આ પરથી અનુમાન લગાવી રહી છે કે પાર્ટીમાં શું બન્યું હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page