Tuesday, May 14, 2024
Google search engine
HomeBollywood‘પિતા મને અને માતાને મારતા હતા છતાં પણ માતા માટે તો એ...

‘પિતા મને અને માતાને મારતા હતા છતાં પણ માતા માટે તો એ પતિ પરમેશ્વર જ હતા’

મુંબઈ : વીતેલાં વર્ષોની અભિનેત્રી અને હાલ રાજકીય નેતા ખુશ્બુ સુંદરે ઘટસ્ફોટ કર્યો છે કે તેની ઉંમર 8 વર્ષની હતી ત્યારથી તેના પિતાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. છેક 15 વર્ષની વય સુધી પોતે ચૂપચાપ આ શોષણ સહન કર્યું હતું.

નસીબ ,ધી બર્નિંગ ટ્રેન, કાલિયા, લાવારિસ સહિતની ફિલ્મોમાં બાળ કલાકાર અને મેરી જંગ જેવી ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતનાં સહકલાકાર રહી ચુકેલા ખુશ્બુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પિતા મારી માતાને અને મને માર મારવો એ પોતાનો જમસિદ્ધ અધિકાર ગણતા હતા.

હું તેમની એક માત્ર દીકરી હતી છતાં હું 8 વર્ષની થઈ ત્યારથી તેમણે મારું શોષણ શરૂ કરી દીધું હતું. હું ચૂપચાપ સહન કરતી રહી હતી. છેવટે 15 વર્ષની વયે મે બંડ પોકાર્યું હતું. એક બાળક તરીકે જાતીય શોષણનાં જખમ વર્ષો સુધી પીડા આપતા રહે છે એમ તેમણે કહ્યું હતું.

ખુશ્બુએ જણાવ્યું હતું કે મારી માતા એવા સામાજિક માહોલમાંથી આવે છે કે કદાચ તેને આ વાત માન્યામાં નહિ આવે. કંઈ પણ હોય તો પણ પતિ પરમેશ્વર જ ગણાય એવો તેનો અભિગમ રહ્યો છે.

ખુશ્બુ દ્રમુક અને કોંગ્રેસ બાદ હાલ ભાજપમાં છે. તેઓ હાલ ભાજપનાં રાષ્ટ્રીય કારોબારી સભ્ય ઉપરાંત રાષ્ટ્રીય મહિલા પંચના સભ્ય પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page