Friday, May 17, 2024
Google search engine
HomeBollywoodફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવો છે 'સિંઘમ'નો બંગલો, લંડનમાં પણ...

ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવો છે ‘સિંઘમ’નો બંગલો, લંડનમાં પણ કરોડોનું ઘર

હિન્દી સિનેમાની દમદાર એક્ટ્રસ કાજોલે ફિલ્મ ‘બેખુદી’થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. કાજોલની પહેલી ફિલ્મ ખાસ ચાલી નહોતી, પણ પછી તેમણે એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના પસંદગીના કો-સ્ટાર શાહરૂખ ખાન હતાં. કાજોલે જે દરમિયાન પોતાની પહેલી ફિલ્મ સાઇન કરી હતી, ત્યારે તેમની ઉંમર 16 વર્ષ હતી. તે સ્કૂલમાં સ્ટડી કરતાં હતાં, પણ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે તેમણે પોતાની સ્ટડી અધવચ્ચે જ છોડી દીધી હતી. કાજોલ 46 વર્ષની થઈ ગઈ છે. એક્ટર અજય દેવગન સાથે 4 વર્ષ સુધી લાંબા રિલેશનશિપ પછી લગ્ન કરી લીધા હતાં. બંનેએ 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતાં.

કાજોલ પોતાના પતિ અજય દેવગન, દીકરા યુગ અને દીકરી નીસા સાથે મુંબઈના પૉશ વિસ્તાર જુહુમાં રહે છે. આજે અમે તમને તેમના ઘરના ઇનસાઇડ કે ફોટો બતાવી રહ્યા છીએ.

અજય દેવગન અને કાજોલના બંગલાનું નામ શિવશક્તિ છે. આ બંગલો અંદર અને બહારથી ખૂબ જ સુંદર લાગે છે. તેમના ઘરની દિવાલ સફેદ છે અને તેમાં વુડવર્કનો કમાલ પણ જોવા મળે છે.

કાજોલના આ બંગલામાં જિમ, સ્વિમિંગ પુલ, મિની થિએટર, લાયબ્રેરી અને સ્પોર્ટ રૂમ પણ છે. અજય દેવગન અને કાજોલ અંગત રીતે ખૂબ જ સહજ વ્યક્તિ છે. બંને માટે પરિવાર જ પહેલી પ્રાથમિકતા છે.

કાજોલના ઘરમાં સફેદ રંગનું ફર્નિચર છે. સફેદ રંગના ફર્નિચર અને લાઇટ કલરના પડદા તેમના ઘરને સિમ્પલ અને લૅવિશ લુક આપે છે. કાજોલ હાઇ-ફાઈ થવાથી બચે છે અને પોતાની સિમ્પલિસિટીથી ફેન્સનું મન મોહી લે છે. બંનેના ઘરનો નજારો પણ તેમની આ પર્સનાલિટીથી વાકેફ છે.

ઘરની સીડી હૉલ એરિયાને ખૂબ જ સુંદર બનાવી દે છે. કોજોલે આ સીડી પર બેસી પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આ બંગલામાં ચાર બેડરૂમ છે. આ અંગે કાજોલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે ખૂબ જ નસીબદાર છીએ કે, ઘરમાં ચાર બેડરૂમ છે. દરેક બેડરૂમ પોતાની પસંદ મુજબ ડિઝાઈન કરાવવામાં આવ્યા છે.

ડાઇનિંગ એરિયામાં ગ્લાસ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અજય દેવગન અને કાજોલે દીવાલના રંગથી ફ્લોરિંગ સુધી સફેદ રંગનો ઉપયોગ કર્યો છે. ભલે ફિલ્મ સિંઘમમાં એક્શન અને ગુસ્સામાં જોવા મળતાં અજય રિઅલ જિંદગીમાં જમીન સાથે જોડાયેલાં વ્યક્તિ છે.

હવે ઘરના ફ્લોરિંગની વાત કરીએ તો તે, ખૂબ જ સુંદર છે. કાજોલ અને અજયે હાલમાં જ જુહુની પૉશ સોસાયટીમાં 60 કરોડ રૂપિયામાં એક નવો બંગલો ખરીદ્યો હતો.

કાજોલ હંમેશા હાઇ-ફાઈ થવાથી બચે છે અને તેમની સિમ્પલિસિટીથી જ ફેન્સનું મન મોહી લે છે. ફિલ્મ સ્ટાર કાજોલે પોતાના ઘખરના ઘણાં ખૂણામાં સુંદર ફોટો ક્લિક કરાવ્યા છે.

એક રિપોર્ટ મુજબ, અજય અને કાજોલ પાસે લંડનના પાર્ક લેનમાં એક આલિશાન ઘર છે. જેની કિંમત 54 કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page