Saturday, May 18, 2024
Google search engine
HomeGujaratઅનંત અંબાણી ગુજરાતના બાલા હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા, ટ્રસ્ટીઓ વિચારમાં પડી...

અનંત અંબાણી ગુજરાતના બાલા હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા, ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા

જામનગર : જામનગરના પ્રસિદ્ધ બાલા હનુમાન ખાતે અનંત અંબાણી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમને ખેસ પહેરાવીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અંબાણી પરિવાર સામાન્ય રીતે દ્વારકા અને સોમનાથ દર્શન કરવા અનેકવા આવે છે.

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં પધાર્યા હોવાથી શહેર એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. હાલ અનંત અંબાણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

અચાનક અનંત અંબાણી જામનગરના બાલા હનુમાનના મંદિરે દર્શન કરવા આવી પહોંચતા ટ્રસ્ટ સહિતના લોકો વિચારમાં પડી ગયા હતાં. અનંત અંબાણી પોતાના મિત્રો સાથે દર્શન કરવા મંદિરે પહોંચ્યો હતો. તે પોતાના મિત્રો સાથે હતા ત્યારે અચાનક એક મિત્રના મોઢે બાલા હનુમાનના વખાણ સાંભળીને તેઓએ દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા તત્કાલ આયોજન કરીને તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે અનંત અંબાણીના આગમનને લઈને ખાસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. મોડી રાત્રે દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે ખાસ અનંત અંબાણીએ મંદિર બંધ થાય તે પહેલા જ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ આહલક જ્યાં ચાલે છે ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં બાલા મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. અહીં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. જામનગરના લોકો બાલા હનુમાનમાં ખુબ જ આસ્થા ધરાવે છે. અનંત અંબાણી પણ ખુબ જ આસ્તિક પ્રકૃતિના માનવામાં આવે છે.

જામનગરમાં આવેલ બાલા મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. અહીં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધુન ચાલે છે. બાલાહનુમાનજી મંદિર છોટે કાશી તરીકે ઓળખાય છે. જામનગરમાં આવેલ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહી દેશ-વિદેશમાંથી અનેક ભાવિકો આસ્થા સાથે જોડાઈ દર્શન માટે આવતા હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page