Monday, May 13, 2024
Google search engine
HomeGujaratભરૂચના શખ્સે CDS બિપિન રાવતના નિધન કરી અભદ્ર ટિપ્પણી, પોલીસે શોધીને ઝડપી...

ભરૂચના શખ્સે CDS બિપિન રાવતના નિધન કરી અભદ્ર ટિપ્પણી, પોલીસે શોધીને ઝડપી લીધો

ભરૂચના શખ્સે દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઇને શોકાંજલી વ્યક્ત કરતી એક યુવાનની પોસ્ટ પર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પગલે એસઓજી ભરૂચ PSI શકૂરિયાએ પીઆઈ કે. ડી. મંડોરાના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં નિધન થવાની ઘટનાથી દેશમાં શોકની લાગણી છે. ત્યારે અનુજ ધીમન શામાં નામના વ્યક્તિએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત અન્ય 14 વ્યક્તિઓનું મહાદેવ રક્ષણ કરે તેવી સોસિયલ મિડીયામાં તેની ટાઇમ લાઇન પર પોસ્ટ કરી હતી.

તેમની પોસ્ટ પર લોકો શ્રદ્ધાંજલી સહિત પોતાની શોકની લાગણી વ્યક્ત કરી રહ્યાં હતાં. ત્યાં ફિરોજ દિવાન નામના એક શખ્સે CDS બિપિન રાવતના મોતની ઘટનાને લઇને અભદ્ર ટીપ્પણી કરતી પોસ્ટ કરી હતી. અને તે કોમેન્ટે તેના અન્ય ફોનધારકોને પણ મોકલી હતી. અરસામાં તેને બાદમાં બીક લાગતાં સોશિયલ મિડીયા પરથી કોમેન્ટ ડિલીટ કરી હતી. જોકે તેના સ્ક્રિન શોટ તેના ફોનમાં રાખ્યાં હતાં.

જે અંગે ભરૂચ એસઓજીની ટીમને જાણ થતાં ટીમે મામલાની તપાસ હાથ ધરી હતી. ફિરોજ દિવાન ભરૂચના મનુબર રોડ પર આવેલી મુન્સી સ્કૂલ પાસેની સકુન બંગ્લોઝ ખાતે રહે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તેની સામે દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડોહળવવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી ધરપકડની કરી છે.

પિતાએ પુત્રના આવા કૃત્ય અંગે ખેદ વ્યકત કર્યો, નિયમ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું
એસઓજી પીઆઇ કે.ડી.મંડોરાએ જણાવ્યું હતું કે, દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશિયલ મિડીયાની પોસ્ટ પર અભદ્ર ટીપ્પણી કરનાર ફિરોજ દિવાનની ધરપકડ કરાઇ છે. પોલીસ વિભાગમાં પહેલા ભરૂચમાં એએસઆઇ અને બાદમાં પ્રમોશન મેળવીને પીએસઆઇ તરીકે અન્ય જિલ્લામાંમાં ફરજ બજાવીને નિવૃત થયેલા તેના પિતાએ મામલામાં પુત્રના કૃત્ય અંગે ખેદ વ્યકત કર્યો હતો.ઉપરાંત સમગ્ર પ્રકરણમાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે રજુઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page