Wednesday, May 22, 2024
Google search engine
HomeNationalબર્થડે બોયની પાર્ટીમાં મિત્રો ઈંડા ને લોટ લઈને આવ્યા ને પછી થયો...

બર્થડે બોયની પાર્ટીમાં મિત્રો ઈંડા ને લોટ લઈને આવ્યા ને પછી થયો ભડકો અને…

નાની અમથી બેદરકારી ક્યારેક મુશ્કેલીરૂપ બની જાય છે. મજાકમાં મજાકમાં કરવામાં આવી મસ્તી ક્યારેક જીવલેણ બની ગઈ હતી. આવી જ એક ઘટના જન્મદિવસની પાર્ટીમાં બની હતી.

શું થયું પાર્ટીમાંઃ મહારાષ્ટ્રના અંબરનાથમાં બર્થડે સેલિબ્રેશમાં યુવકની નાની ચિનગારીને કારણે આગ લાગી હતી અને બર્થડે બોય આગની લપેટોમાં આવી ગયો હતો. હાલમાં બર્થડે બોય રાહુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મુંબઈના બુવાપાડમાં રહેતા રાહુલનો 12 એપ્રિલ, મંગળવારના રોજ જન્મદિવસ હતો. મિત્રોએ બર્થડે બોયને ખાસ રીતે વિશ કરવાનું નક્કી કર્યું હતું. ડેકોરેશન સાથે સરપ્રાઇઝ આપવા માટે એગ્સ તથા લોટ પણ લાવ્યા હતા.

રાહુલને બર્થડે કેપ પહેરાવામાં આવી હતી. કિંગનો ક્રાઉન પણ પહેરાવ્યો હતો. રાહુલે કેક કાપી પછી તેના મોમાં સળગતી કેન્ડલ મૂકી દીધી હતી. પછી તેના માથા પર એગ ફોડવામાં આવ્યું હતું અને પછી એક ફ્રેન્ડ લોટ ઉછાળ્યો હતો. મોંમાંથી બહાર નીકળતી કેન્ડલની ચિનગારીએ રાહુલને આગની લપેટોમાં લઈ લીધો હતો. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં રાહુલ અડધો સળગી ગયો હતો. જેમ તેમ કરીને લોકોએ આગ બુઝાવી હતી અને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

રાહુલને સાજા થતાં સમય લાગશેઃ લોટ જ્વલનશીલ હોય છે. કેન્ડલમાંથી નીકળતી ચિનગારીની લપેટમાં આવીને રાહુલ સળગી ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે રાહુલનો જીવ તો બચી ગયો, પરંતુ શરીર પરના ઘાને રૂઝ આવતા ખાસ્સો સમય લાગશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page