Saturday, May 18, 2024
Google search engine
HomeNationalઆ ડાકુઓ કરતાં એવી એવી હરકતો કે સાંભળીને જ લોહી ઉકળી જશે

આ ડાકુઓ કરતાં એવી એવી હરકતો કે સાંભળીને જ લોહી ઉકળી જશે

બુધવારના રોજ વહેલી સવારે પ્રયાગરાજમાં પકડાયેલા આરોપીઓએ ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ જણાવ્યું હતું કે, તે મહિલાઓની હત્યા કર્યા બાદ તેમના પર બળાત્કાર ગુજારતા હતા. ADG પ્રેમપ્રકાશે જણાવ્યું હતું કે, આ ગેંગે છેલ્લા કેટલાક દિવસોમાં ગોહરી અને થરવાઈમાં અનેક સામુહિક હત્યાકાંડ આચર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, આ ગેંગના સાત સભ્યોની હાલ ધરપકડ થઈ ચુકી છે, જ્યારે બાકીના છ આરોપીઓ હજુ પણ ફરાર છે.

શું છે ગોહરી હત્યાકાંડ ?
ગોહરી વિસ્તાર ફાફામાઉ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. અહીં 21-22 નવેમ્બર, 2021 ની મધ્યરાત્રિએ એક જ પરિવારના 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ મૃતકોમાં પતિ-પત્ની, પુત્રી અને 10 વર્ષના દિવ્યાંગ બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 25 વર્ષીય યુવતીની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. નરાધમોએ જણાવ્યું કે, આ ઘટના મોનુ, રોહિત, પીપી કુમાર, નવલા, મુર્ગી પાંખ, બુંદેલા, આકાશ અને ડેઢગાંવ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાના ષડ્યંત્રમાં ભીમ, સંગીતા અને નેહા પણ સામેલ હતા.

થરવાઈમાં પાંચ લોકોના મોત થયા હતા
16 મી એપ્રિલે થરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેવરાજપુરમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની પૂછપરછમાં નરાધમોએ મહિલાઓ સાથે બળાત્કારની વાત પણ કબૂલી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનામાં મોનુ, રોહિત, નવલા, પીપી, મુર્ગી પાંખ, બુંદેલા, ડેભી, આકાશ, અંદાગાંવ અને ચિન્ટુ સામેલ હતા.

– સૌથી પહેલાં તો ગેંગના સભ્યો એક ટાર્ગેટ સિલેક્ટ કરે છે. આ માટે તે ઘણી વખત ટાર્ગેટ હાઉસની રેકી પણ કરે છે.
– આ દરમિયાન આ લોકો રસ્તા પર અને નિર્જન વિસ્તારમાં બનેલા ઘરોની પસંદગી કરતા હતા. તે એક એવા ઘરને નિશાન બનાવતા જેની આસપાસ બીજું કોઈપણ ઘર ના હોય.
– તે એવું ઘર પસંદ કરતા હતા કે, જેની બાઉન્ડ્રી વોલ નાની હોય એટલે કે, તે બાઉન્ડ્રીથી સરળતાથી અંદર જઈ શકે.

– તે ઘરમાં એક વૃક્ષ પણ હોવું જોઈએ, જેથી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે ઝાડની મદદથી અંદર કે બહાર આવી શકે.
– તે એવા ઘર પર હુમલો કરતા હતા કે, જ્યાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે.
– આ ઘટના પહેલા આ લોકો ફાફામાઉ સ્ટેશન પાસે ડુક્કરનું માંસ ખાતા અને દારૂ પીતા હતા.

– તે રાત્રે 9-10 વાગ્યે ટાર્ગેટ હાઉસ પાસે પહોંચતા હતા અને આખી યોજના અંગે ચર્ચા કરતા. આ સાથે જ તે આખો પરિવાર ઊંઘી જાય તેની રાહ જોતા.
– આખો પરિવારને સુઈ ગયો છે એવી ખાતરી થતાં જ તે બાઉન્ડ્રીની મદદથી ઘરમાં ઘૂસી જતા હતા. આ સમય દરમિયાન જે પણ જાગતું હતું, તે પહેલાં તેને મારી નાખતા હતા.
– થરવાઈ અને ગોહરીમાં પણ લોકો જાગી જતાં પરિવારના સભ્યોનાં મોત નીપજ્યાં હતાં.

– આરોપીઓએ જણાવ્યું કે, થરવાઈમાં એક બાળક બચી ગયું હતું, કારણકે તે ગાઢ નિંદ્રામાં હતું.
– ગેંગના સભ્યો મહિલાઓની હત્યા કર્યા બાદ તેમની સાથે બળાત્કાર પણ કરતા હતા. થરવાઈ અને ગોહરીની ઘટનાઓમાં બળાત્કારની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

– આ ઘટનાને અંજામ આપ્યા બાદ આ લોકો સીધા જ ફાફામાઉ સ્ટેશન આવતા હતા. અહીંથી તેમના મોટાભાગના સભ્યો બિહાર ભાગી જતા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page