Friday, May 17, 2024
Google search engine
HomeGujaratએકતરફી પ્રેમી અનેકવાર છેડતી કરતો છતાં પરિવાર પોલીસ પાસે કેમ ન ગયો?

એકતરફી પ્રેમી અનેકવાર છેડતી કરતો છતાં પરિવાર પોલીસ પાસે કેમ ન ગયો?

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ ગુજરાતભરમાં અરેરાટીવ્યાપી છે. આ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગોત બહાર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરી ગ્રીષ્મા વેકરિયાને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતાં, જોકે ગંભીર બાબત છતાં પરિવાર પોલીસમાં ગયો નહોતો તેનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે.

દીકરીની છેડતી છતાં બદનામનીના ડરથી પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. છેડતી જેવી બાબતમાં પોલીસમાં ફરિયાદ લઈને જઈશું તો સમાજમાં બદનામ થવાશે એ ડરથી પરિવારે પોલીસ ફરિયાદ નહોતી કરી. ટપોરી વારંવાર દીકરોનો પીછો કરતો હોવા છતાં ફરિયાદ ન કરતાં નરાધમની હિંમત વધી ગઈ હતી. જેના ઉન્માદમાં નરાધમે દીકરીનું ગળું જાહેરમાં ગળું કાપી નાખ્યું હતું.

સમાજમાં છેડતી કે પ્રેમપ્રકરણ જેવી બાબતોમાં પરિવારો પોલીસ ફરિયાદ કરતાં બચતાં હોય છે. તેમને સમાજમાં બદનામ થવાની બીક હોય છે. જોકે સમાજશાસ્ત્રીઓ પરિવારને આ બાબતે ગફલતમાં ન રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે આવા કેસમાં બદનામીનો ખોટો ડર છોડીને આગળ આવી પોલીસમાં જાણ કરવી જોઈએ. જો પહેલા જ જાણ કરી દીધી હોત તો કદાચ આ નરાધમની આટલી હિંમત શઈ શકી ન હોત.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની કોઈ પણ દીકરીને કોઈ ઇસમ પાછળ પડીને હેરાન કરતો હોય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ. ફરિયાદ કરનાર યુવતીઓની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, યુવતીને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસને કામે લગાવવામાં આવી છે. આ માટે સ્પેશીયલ પ્રોસિક્યૂટર પણ આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યો જે પણ વકીલને સાથે રાખવા માગતા હોય તેને રાખી શકશે આ બાબતે તમામ ખર્ચ રાજ્યની સરકાર ચૂકવશે. આ કેસમાં ઐતિહાસિક સમયની અંદર ચાર્જશીટ ફાઈલ કરીને આરોપીને દાખલારૂપ સજા બેસે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

7-7 વખત સમાધાન થયું હતું.
એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતાં. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. હવે પરિવારે હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી છે.

શું હતો બનાવ
મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page