Tuesday, May 21, 2024
Google search engine
HomeBollywoodલગ્ન બાદ કિયારા અડવાણીના ચહેરા પર દેખાયો ગ્લો, અહીંયા સ્પોટ થયું કપલ,...

લગ્ન બાદ કિયારા અડવાણીના ચહેરા પર દેખાયો ગ્લો, અહીંયા સ્પોટ થયું કપલ, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. આજે એટલે કે આઠ ફેબ્રુઆરીએ બંને જેસલમેર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. બંને દિલ્હી ગયા છે.બંને ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંનેએ સો.મીડિયામાં લગ્નની તસવીરો પણ શૅર કરી હતી. કિઆરાની વિદાય સમયે અડવાણી પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

સેથામાં સિંદૂર ને હાથમાં લગ્નચૂડો
એરપોર્ટ પર કિઆરા અડવાણીના સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં પિંક રંગનો લગ્નચૂડો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ તથા કિઆરા બ્લેકમાં હતા. સિદ્ધાર્થે બ્લેક જેકેટ ને ડેનિમ પહેર્યું હતું. કિઆરા પણ બ્લેક આઉટફિટમાં હતી અને તેણે પ્રિન્ટેડ સ્ટોલ રાખી હતી.

એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા
એરપોર્ટ પર આવ્યા બાદ સિદ્ધાર્થ તથા કિઆરાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યું હતું. કિઆરાએ પોતાની મહેંદી પણ બતાવી હતી. આટલું જ નહીં સિદ્ધાર્થે પોતાના હાથમાં ‘કિઆ’ લખાવ્યું હતું. કિઆરાના ચહેરા પર લગ્નનો ગ્લો સ્પષ્ટ જોઈ શકાતો હતો.

કિઆરાને પગે લાગ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્નમંડપમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાત વચન આપ્યા બાદ કિઆરાને પગે લાગ્યો હતો. આ જોઈને હાજર રહેલા તમામ મહેમાનો ભાવુક થઈ ગયા હતો તો કરન જોહરની આંખમાંથી આંસુ આવી ગયા હતા.

વિદાયમાં કિઆરા સહિત પરિવાર પડી પડ્યો
વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલ પ્રમાણે, કિઆરાની વિદાયમાં માતા ગેનેવિવ તથા ભાઈ મિશાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કિઆરાએ પોતાના આંસુ રોકી રાખ્યા હતા, પરંતુ પરિવારને રડતો જોઈને તે પણ છેલ્લે રડી પડી હતી.

9મીએ રિસેપ્શન હોવાની ચર્ચા
સિદ્ધાર્થ દિલ્હીનો છે અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં જ રહે છે. કિઆરાના ગૃહપ્રવેશ બાદ નવમી ફેબ્રુઆરીના રોજ અહીંયા રિસેપ્શન આપવામાં આવશે. ત્યારબાદ બંને 12મી ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપશે.

સિદ્ધાર્થે દિલ જીત્યું
કિઆરા અને તેનાં પરિવારને આ રીતે રડતાં જોઈને સિદ્ધાર્થે તરત જ કહ્યું હતું કે તે ઘરનો જમાઈ નહીં, પરંતુ મો્ટો દીકરો છે. આ વાત સાંભળીને પરિવાર હસી પડ્યો હતો અને પછી વિદાય કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page