Saturday, May 11, 2024
Google search engine
HomeNationalપતિ પથારીવશ થતાં જ પત્ની સસરા સાથે ચાલુ પડી ગઈ, બે વર્ષથી...

પતિ પથારીવશ થતાં જ પત્ની સસરા સાથે ચાલુ પડી ગઈ, બે વર્ષથી ચાલતો હતું અફેર

હાઇટેક જમાનામાં સંબંધો પણ કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. આજે તો બાપ-દીકરી, ભાભી-દિયર, સસરા-વહુ, વેવાઈ-વેવાણ વચ્ચે પણ સંબંધો બંધાઈ જતાં હોય છે. આજના સમયમાં સંબંધોને કોઈ માન મર્યાદા નડતી હોય તેમ લાગતું નથી. આવું જ કંઈક તાજેતરમાં બન્યું હતું. કાકાજી સસરાએ વહુ સાથે સંબંધો બાંધ્યા હતા.

શું છે ઘટના?
મધ્યપ્રદેશના ઝાંસીમાં રહેતી નિધિ રાજપૂતની થોડાં સમય પહેલાં હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસને આ હત્યા અંગે કોઈ તાળો મળતો નહોતો. જોકે, પોલીસે નિધિના પ્રેમી દેવેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી. દેવેન્દ્ર રાજપૂત તથા નિધિ વચ્ચે કાકાજી સસરા-વહુના સંબંધો છે. બંને વચ્ચે છેલ્લાં બે વર્ષથી અફેર ચાલે છે.

2013માં નિધિના લગ્ન થયા હતાઃ નિધિના લગ્ન 2013માં મધ્યપ્રદેશના બઝેરામાં રહેતાં અખિલેશ સાથે થયા હતા. એક ઘટનામાં અખિલેશને કરંટ લાગ્યો હતો. આ કારણે તે બીમાર રહેતો હતો અને પથારીવશ થઈ ગયો હતો. આ દરમિયાન બાજુમાં રહેતા કાકાજી સસરા દેવેન્દ્ર રાજપૂત તથા નિધિ વચ્ચે નિકટતા વધી ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. બીમાર પતિને કારણે નિધિ છેલ્લાં 2 વર્ષથી દીકરા સાથે પિયરમાં રહેતી હતી.

નિધિના બીજા લગ્ન નક્કી થયા હતાઃ નિધિ પોતાની માતા સાથે ખેતરમાં બનેલા મકાનમાં દીકરા સાથએ રહેતી હતી. માતાએ નિધિના બીજા લગ્ન મધ્યપ્રદેશના ખજરાહામાં રહેતા યુવક સાથે નક્કી કર્યા હતા. બંનેના લગ્ન 15 જૂને થવાના હતાં. આ જ કારણે કાકાજી સસરા ગુસ્સામાં હતાં. દેવેન્દ્ર વહુ નિધિના પિયરમાં આવતો-જતો હતો. તે શુક્રવાર, 3 જૂનના રોજ આવ્યો હતો. સાંજે દેવેન્દ્રે નિધિ, વહુના છ વર્ષના દીકરા, વેવાણ કસ્તૂરી સાથે ભોજન લીધું હતું. જમ્યા બાદ નિધિ પ્રેમી સાથે ધાબે જતી રહી હતી, જ્યારે માતા તથા દીકરો નીચે સૂવા ગયા હતા.

રાત્રે બંને વચ્ચે ઝઘડો થયોઃ ધાબે દેવેન્દ્રે વહુ નિધિને બીજા લગ્ન કરવા અંગે ગુસ્સો કર્યો હતો. નિધિએ દેવેન્દ્રની સામે જ પોતાના બીજા પતિને ફોન કર્યો હતો. આ વાતથી દેવેન્દ્રને ગુસ્સો આવ્યો હતો. તેણે નિધિનું ગળું દરોડાથી બાંધીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બાજુમાં પડેલા ચાકુથી ગરદન પર વાર કર્યો અને હાથની નસ કાપી હતી.

ફેસબુક પર લખ્યું, હું મરવા જઈ રહ્યો છુંઃ નિધિની હત્યા બાદ દેવેન્દ્ર સુસાઇડ કરવાનો હતો. તેણે ફેસબુકમાં લખ્યું હતું કે મિત્રો અલવિદા, તે મરવા જઈ રહ્યો છે. આ પોસ્ટ જોઈને એક ફ્રેન્ડ ફોન કરીને સમજાવ્યો હતો. જોકે, દેવેન્દ્ર માન્યો નહોતો. તે પારીછા રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. પછી ઉઠ્યો, પરંતુ બીજા ટ્રેન સાથે અથડામણ થતાં ઈજાગ્રસ્ત થયો હતો.

પોલીસે ઝડપથી ખૂનીને ઝડપ્યોઃ એસએસપી શિવહરિ મીણાએ કહ્યું હતું કે દેવેન્દ્ર રાજપૂતની સિજવાહા તિરાહાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નિધિની હત્યા જે ચાકુથી થઈ હતી, તે પણ લઈ લીધું છે. આ હત્યાકાંડનો ખુલાસો માત્ર 24 કલાકમાં કરવાથી પોલીસ ટીમને 25 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page