Friday, May 17, 2024
Google search engine
HomeNationalઈશાના ટ્વિન્સનું અંબાણી પરિવારે કર્યું જબરદસ્ત સ્વાગત, આવી ફેસિલિટી ઉભી કરી

ઈશાના ટ્વિન્સનું અંબાણી પરિવારે કર્યું જબરદસ્ત સ્વાગત, આવી ફેસિલિટી ઉભી કરી

મુકેશ અંબાણીનો દીકરી પ્રેમથી કોઈ અજાણ નથી. તે પોતાના સંતાનમાં સૌથી વધુ ઈશાને પ્રેમ કરે છે. હવે જ્યારે દીકરી અને તેના નવજાત ટ્વિન્સ પહેલીવાર ઘરે આવતા હોય તો મુકેશ અંબાણી માટે તેનાથી મોટી ખુશી શું હોઈ શકે. આજે સવારે જ્યારે દીકરી ઈશા અને તેના ટ્વિન્સ પહેલી વાર ઘરે મુંબઈ આવ્યા તો મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા.

દીકરી ઈશા અને ટ્વિન્સ જેવા કારમાંથી નીચે ઉતર્યા કે મુકેશ અંબાણી તેમને તેડી લઈને વ્હાલ કર્યું હતું. થોડીવાર પછી તેમણે બાળકને ઈશાના સસરાને સોંપ્યું હતું. આ તકે આખો અંબાણી પરિવાર ગદગદિત થઈ ગયો હતો.

નોંધનીય છે કે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ નવેમ્બર 2022માં અમેરિકામાં બે જુડવા સંતાન કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો. દીકરા-દીકરીના જન્મ બાદ ઈશા અંબાણી પહેલીવાર ઘરે આવી હતી.

દીકરી અને પૌત્ર-પૌત્રીને આવકારવા માટે નાના મુકેશ અંબાણી અને નાની નીતા અંબાણી ઉત્સાહિત હતા. આ તકે અંબાણી પરિવારે આ માટે એક ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ટ્વિન્સ બાળકોની દેખરેખ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે.

આજે સવારે ઈશા અંબાણી મુંબઈના વર્લી સ્થિત પોતાના ઘરે પહોંચી ત્યારે તેને પરિવારજનોએ ખૂબ ઉમળાભેર આવકારી હતી. નાના મુકેશ અંબાણી અને નાની નીતા અંબાણીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. નીતા અંબાણીએ તો નવજાતને તેડીને ખૂબ વ્હાલ કર્યું હતું.

આ તકે ઈશા અંબાણીના ઘરે દેશના અલગ અલગ મંદિરોના ઘણા પંડિતોને બોલાવવાાં આવ્યા છે. અહીં ટ્વિન્સ માટે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એવી પણ ચર્ચા છે કે અંબાણી પરિવાર બાળકોના નામે 300 કિલો સોનું પણ દાન કરશે.

આ ફંક્શનનું મેન્યુ ખાસ તૈયાર કરવાામાં આવ્યું છે. દુનિયાભરના અલગ અલગ કૂક અને કેટરર્સને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના ખ્યાતનામ મંદિરો તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી અને દ્વારકાધીશ સહિતથી સ્પેશ્યલ પ્રસાદ મંગાવી અંબાણી પરિવાર પોતાના ઘરના ભવ્ય ફંક્શનમાં પીરસશે.

ઈશા અને તેના બાળકો કતારની એક ફ્લાઈટથી મુંબઈ આવ્યા હતા. આ ફ્લાઈટ ખુદ કતારના એક લીડરે મોકલી હતી. જે મુકેશ અંબાઈના ખાસ્ત દોસ્ત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના ડૉક્ટરોની એક ટીમ અમેરિકા ગઈ હતી. જે ટીમ ઈશા અને તેના બાળકોને પોતાની દેખરેખ હઠળ મુંબઈ લાવી હતી.

અમેરિકાના બાળકોના બેસ્ટ ડૉક્ટર ગિબ્સન પણ ભારતીય ડૉક્ટરોની ટીમ સાથે આવ્યા છે. આ ઉપરાંત બાળકોનું ધ્યાન રાખવા માટે 8 નૈની પણ અમેરિકાથી આવી છે. આ બધા ઈશા અને તેના બાળકોની સાથે ભારતમાં જ રહેશે.

ઈશાના ઘર કરુણા સિંધુ અને એન્ટિલિયામાં બાળકોમાં ખાસ એક નર્સરી ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં રોટેટિંગ બેડ અને ઓટોમેટેક રુફટોપ સહિતની ફેસિલીટી છે, જેથી બાળકો નેચરલ સનલાઈટ લઈ શકે.

ઈશાના ટ્વિન્સ માટે વર્લ્ડ ફેમસ ફેશન ડિઝાઈનર બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગૂચી અને લોરો પિયાનાના કપડામાં પહેરાવામાં આવશે. એટલું જ નહીં તેને બીએમડબલ્યૂની એક્સક્લુઝિવ ડિઝાઈન કાર સીટમાં બેસાડવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page