Monday, May 20, 2024
Google search engine
HomeNationalપત્નીની ઈચ્છા પૂરી કરવા પતિએ તેને ઈંગ્લેન્ડ મોકલી, પછી એવી સચ્ચાઈ સામે...

પત્નીની ઈચ્છા પૂરી કરવા પતિએ તેને ઈંગ્લેન્ડ મોકલી, પછી એવી સચ્ચાઈ સામે આવી કે બધા હચમચી ગયા

માનવતાને શર્મશાર કરતો એક બનાવ સામે આવ્યો છે. પતિએ પોતાની જમીન વેચીને પત્નીને ઈંગ્લેન્ડ મોકલી હતી. પત્નીએ વિદેશ પહોંચતા પતિ પાસે વધુ 6 લાખ રૂપિયા માંગ્યા હતા, પતિએ એક પણ પળનો વિલંબ કર્યા વગર પોતાની મરણમૂડી મોકલી આપી હતી. પણ પછી પત્નીએ પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું. પત્નીએ વિદેશ ગયા બાદ પતિના ફોન ઉપાડવાના બંધ કર્યું હતું. જેથી પતિ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને મોતને ભેંટ્યો હતો.

આ હચમચાવી દેતો બનાવ પંજાબના અમૃતસરનો છે. અહીંના સાંધરા ગામમાં રહેતા કંવલસિંહ નામના યુવકે એપ્રિલ 2021માં લવપ્રીતસિંહ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા લવપ્રીત દેશ બહાર જવા માંગતી હતી. જેથી કંવલસિંહે પોતાની 4 એકર જમીને વેચીને પત્નીને ઈંગ્લેન્ડ મોકલી હતી. લવપ્રીતે ઈંગ્લેન્ડ પહોંચતા વધુ 6 લાખ રૂપિયાની માંગ કરી હતી. કંવલસિંહે વિચાર્યા વગર તરત મોકલી આ્ય હતા. પણ ત્યાર પછી લવપ્રીતે કંવલસિંહના કોલ ઉઠાવવાના બંધ કરી દીધા હતા.

કંવલસિંહે બાળપણમાં પિતા ગુમાવ્યા લગ્ન પછી પત્નીએ દગો દીધો
કંવલસિંહના જીજાજી પંથપ્રીતસિંહે જણાવ્યું હતું કે પરિવારે યુવતીના સંબંધીઓને વાત કરી હતી, પણ યુવતી ટસની મસ ન થઈ. ત્યાર બાદ કંવલસિંહે પોલીસમાં ફરિયાદ કરી હતી, પણ પોલીસે કેસ નોંધવાની જગ્યાએ ગોળગોળ જવાબ આપ્યો હતો. ત્યાર પછી કંવલસિંહ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.

યુવતીએ કરી લીધા બીજા લગ્ન
કંવલસિંહના જીજાજી પંથપ્રીતસિંહે કહ્યું કે કંવલસિંહના નસીબ જ ખરાબ છે. બાળપણમાં તેના માથા પરથી પિતાનો સહારો છીનવાઈ ગયો હતો. તેણે મહેનત કરીને પરિવારને ઉભો કર્યો હતો. જ્યારે લગ્ન થયા તો પત્નીએ દગો દીધો.

તેમને જાણાકારી છે કે કંવલસિંહની પત્ની લવપ્રીતે વિદેશમાં બીજા લગ્ન કરી લીધા છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે કંવલસિંહને ન્યાય આપવામાં આવે, જેથી તેના આત્માને શાંતિ મળે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page