Sunday, May 19, 2024
Google search engine
HomeRecipeજોતા જ મોંમાંથી પાણી આવવા લાગશે, તો બનાવો આજે નાયલોન ખમણ

જોતા જ મોંમાંથી પાણી આવવા લાગશે, તો બનાવો આજે નાયલોન ખમણ

અમદાવાદઃ ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે તમારી માટે લાવ્યા છીએ ‘નાયલોન ખમણ’

સામગ્રીઃ

– 1 કપ પાણી
– 1 કપ ચણાનો લોટ
– 1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ
– 1/2 ટેબલ સ્પૂન ખાંડ
– 1 ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ
– 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા
– 1 ચપટી હળદર
– 1 ટી સ્પૂન મીઠું

વઘાર માટેઃ

– 2 ટેબલ સ્પૂન તેલ
– 1 ટી સ્પૂન રાઈ
– 2 લીલા મરચાં ઝીણા સમારેલા
– 1 ચપટી હિંગ
– 1 ટી સ્પૂન તલ
– 2 ટેબલ સ્પૂન ખાંડ
– 4 ટેબલ સ્પૂન પાણી હૂંફાળું

રીતઃ

1 સૌ પ્રથમ ઢોકળિયામાં પાણી નાખી આઠથી દસ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો.
2 હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો.
3 ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે.
4 આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો.
5 ચડી ગયા પછી બહાર કાઢી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો.
6 તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો.

તો તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page