Sunday, May 19, 2024
Google search engine
HomeNationalદિયર અનંત અંબાણીની સગાઈમાં કેમ ભાભી શ્લોકા મહેતા હાજર ના રહી?

દિયર અનંત અંબાણીની સગાઈમાં કેમ ભાભી શ્લોકા મહેતા હાજર ના રહી?

મુકેશ તથા નીતા અંબાણીના સૌથી નાના દીકરી અનંત અંબાણીએ 29 ડિસેમ્બરના રોજ નાનપણની ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ મુંબઈમાં આવેલા એન્ટેલિયામાં ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. જોકે, સગાઈ કે પાર્ટીમાં અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે શ્લોકા મહેતા ક્યાંય જોવા મળી નહોતી.

પૃથ્વી અંબાણી રાધિકના ખોળામાં બેઠો હતોઃ અનંત તથા રાધિકા સગાઈ બાદ ફ્લાઇટમાં મુંબઈ આવ્યા હતા. મુંબઈ આવ્યા તે સમયની તસવીરો ને વીડિયો વાઇરલ થયા હતા. જેમાં આકાશ-શ્લોકા અંબાણીનો દીકરો પૃથ્વી અંબાણી કાકી રાધિકાના ખોળામાં બેઠો હતો.

બધા હાજર હતા તો શ્લોકા કેમ જોવા ન મળી?  પાર્ટીમાં અંબાણી લીલા રંગના ડ્રેસમાં હતા તો મુકેશ અંબાણીએ મરુન રંગનું નેહરુ જેકેટ પહેર્યું હતું. બંને દીકરાઓ આકાશ તથા અનંત પણ જોવા મળ્યા હતા. પાર્ટીમાં ઈશા અંબાણી પણ જોવા મળી હતી.

સો.મીડિયા યુઝર્સનો સવાલ, શ્લોકા મહેતા ક્યાં છેઃ સો.મીડિયામાં સગાઈ ને પાર્ટીની ઘણી તસવીરો વાઇરલ થઈ છે. જોકે, શ્લોકા મહેતાને ક્યાંય ના જોતા સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી. એકે કહ્યું હતું કે આખરે ઘરની મોટી વહુ કેમ નથી. અન્ય એવી કમેન્ટ કરી હતી કે ક્યાંક મોટી વહુ નારાજ તો નથી ને?

રાધિકાએ પાર્ટીમાં જબરજસ્ત ડાન્સ કર્યોઃ રાધિકાએ પોતાની સગાઈની પાર્ટીમાં જબરજસ્ત ડાન્સ કર્યો હતો. રાધિકાએ ભાવિ પતિ અનંત સાથે ઢોલના તાલે ડાન્સ કર્યો હતો. બંનેના ચહેરા પર સગાઈ કર્યાનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો.

નણંદ અમેરિકાથી આવી ત્યારે પણ શ્લોકા નહોતીઃ 24 ડિસેમ્બરના રોજ ઈશા અંબાણી લોસ એન્જલસથી બંને દીકરા-દીકરીને લઈને પહેલી જ વાર ભારત આવી હતી. આ સમયે અંબાણી પરિવાર ખાસ દીકરીને લેવા માટે એરપોર્ટ ગયો હતો જોકે, આ વખતે પણ મોટી વહુ શ્લોકા જોવા મળી નહોતી. નીતા અંબાણીએ પૌત્ર પૃથ્વી અંબાણીનું ધ્યાન રાખ્યું હતું. પૃથ્વીએ અંબાણીએ દાદીને હેરાન પણ કર્યા હતા.

તો શું શ્લોકા મહેતા પ્રેગ્નન્ટ છે? અંબાણી પરિવારના બે મહત્ત્વના પ્રસંગમાં મોટી વહુ હાજર ના રહે તે વાત દરેકને ખટકે તે સમજી શકાય તેવી વાત છે. જોકે, ચર્ચા એવી છે કે શ્લોકા મહેતા પ્રેગ્નન્ટ છે અને આથી જ તે હાલમાં ઘરની બહારની નીકળી નથી. જોકે, હજી સુધી અંબાણી પરિવારે આ અંગે કોઈ પુષ્ટિ નથી કરી અને આ ન્યૂઝને નકાર્યા પણ નથી. જો શ્લોકા મહેતા સાચે જ પ્રેગ્નન્ટ હશે તો અંબાણી પરિવારની ખુશી સાતમા આસમાને હશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page