Friday, May 17, 2024
Google search engine
HomeBollywoodગોકુલધામમાં જેઠાલાલની મહેમાન બની કિંજલ દવે, 'બાપુજી'ના હિંચકા પર બેસી પડાવ્યા ફોટો

ગોકુલધામમાં જેઠાલાલની મહેમાન બની કિંજલ દવે, ‘બાપુજી’ના હિંચકા પર બેસી પડાવ્યા ફોટો

ગુજરાતી સિંગર કિંજલ દવે આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. જ્યાં પણ જાય છે કેમેરો તેની સામે જ હોય છે. કોઈ સોશ્યલ ઈવેન્ટ હોય કે મ્યુઝિક પ્રોગ્રામ હોય કિંજલ દવે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે. કિંજલ દવેએ હાલમાં ગુજરાતી ટીવી સિનેમાના દિગ્ગજ કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોષીને મળી હતી.

કિંજલ દવે હાલમાં મંગેતર પવન જોષી સાથે મુંબઈના પ્રવાસે ગઈ હતી. જ્યાં તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલનું શૂટિંગ થાય છે એ સેટની મુલાકાતે ગઈ હતી. આ તકે તેની સાથે ભાઈ આકાશ દવે અને ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ પણ હાજર હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સેટ પર દિલીપ જોષીને મળીને કિંજલ દવે ખૂબ ઉત્સાહમાં આવી ગઈ હતી. તેણે જેઠાલાલ સાથે તસવીરો પમ ખેંચાવી હતી. દિલીપ જોષીને મળ્યાનો આનંદ કિંજલના ચહેરા પણ સ્પષ્ટ દેખાતો હતો.

કિંજલ દવેના મંગેતર પવન જોશીએ પણ દિલીપ જોશી સાથે તસવીરો ખેંચાવી હતી. આ અંગેની તસવીરો પણ પવન જોશીએ સોશ્યલ મીડિયામાં શેર કરી છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે- અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.

કિંજલ દવે અને મંગેતર પવન જોશીએ સેટ પર ગડા હાઉસની અંદર હિંચકા પર બેસીને પોઝ આપ્યા હતા. નોંધનીય છે કે સીરિયલમાં આ હિંચકા પર જેઠાલાલ અને દયાભાભી હિંચકતા જોવા મળે છે.

આ તકે સિંગર કિંજલ દવે ખૂબ સુંદર લાગતી હતી. તેણે ટોપ અને જીન્સ પહેર્યું હતું. મંગતેર પવન જોષી શર્ટ અને પેન્ટમાં હતો. જ્યારે જેઠાલાલ કૂર્તામાં સજ્જ હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page