Tuesday, May 14, 2024
Google search engine
HomeNationalચાર દીકરાની માતા સાસુને પોતાના સગા જમાઈ સાથે થયો પ્રેમ, પછી ન...

ચાર દીકરાની માતા સાસુને પોતાના સગા જમાઈ સાથે થયો પ્રેમ, પછી ન કરવાનું કર્યું

સંબંધોને શર્મસાર કરતો શોકિંગ મામલો સામે આવ્યો છે. નવા વર્ષના એક દિવસ પહેલા પરિણીત ચાર બાળકોની માતા પોતાના 27 વર્ષના જમાઈ સાથે ભાગી ગઈ હતી. એટલું જ નહીં સાસુને ભગાડીને લઈ જનાર જમાઈ પણ ત્રણ બાળકોના પિતા છે. સંબંધોને લાંછન લગાડતા આ કિસ્સાએ ચારેબાજુ ચર્ચા જગાવી છે.

લાજ-શરમ રાખ્યા વિના ઘરેથી ભાગી ગયા
રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિયાકરા ગામમાં સાસુ અને જમાઈ વચ્ચે આંધળો પ્રેમ પાંગર્યો હતો. બંને કોઈની પણ લાજ-શરમ રાખ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. એટલું જ નહીં જમાઈએ પોતાની સાસુસને ભગાડતા પહેલાં સસરાને ખૂબ દારૂ પીવડાવ્યો હતો. સસરા નશામાં ધૂત થઈ ગયા બાદ જમાઈ અને સાસુ ઘરેથી ભાગી ગયા હતા.

જ્યારે લોકોને ખબર પડી કે ભગાડી જનાર જમાઈ જ છે
ચાર બાળકોની માતા તેની પ્રેમી સાથે ભાગી ગયાના સમાચાર આગની જેમ ફેલાતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પણ જ્યારે ખબર પડી કે પરિણીત મહિલાને ભગાડનાર બીજું કોઈ નહીં પણ તેનો જ જમાઈ છે તો લોકોની આંખો પહોળી ખઈ ગઈ હતી.

સસરાને ખૂબ દારૂ પીવડાવ્યો
આ અંગે રમેશ જોગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ રમેશ જોગીની દીકરી કિસનાના લગ્ન મામાવલી ગામે રહેતા નારાયણ જોગી સાથે થયા હતા. લગ્ન બાદ દીકરી કિસના અને જમાઈ નારાયણ ઘરે આવતા-જતા રહેતા હતા. દરમિયાન 30 ડિસેમ્બરે જમાઈ નારાયણ સિયાકરા ગામ આવ્યો હતો. આ દરમિયાન સસરા રમેશ જોગી અને જમાઈ નારાયણ જોગી બંનેએ દારૂ પાર્ટી પણ કરી હતી. આ દારૂ પાર્ટીનો ફાયદો ઉઠાવીને નારાયણ પોતાની સાસુને લઈને ફરાર થઈ ગયો હતો.

સાસુ-જમાઈ વચ્ચે ચાલી રહ્યો હતો પ્રેમ પ્રસંગ
રમેશ જોગીએ પોલીસને જણાવ્યું કે 30 ડિસેમ્બર સાંજે ચાર વાગ્યે તેણે જાગીને જોયું તો જમાઈ નારાયણ અને તેની પત્ની ઘરેથી ગાયબ હતા. બંનેની શોધખોળ કરવામાં આવી પણ ક્યાંય મળ્યા નહોતા. રમેશ જોગીએ જમાઈ પર આરોપ મૂક્યો હતો કે તેની પત્નીને તેનો જમાઈ લલચાવી-ફોસલાવીને ભાગડી ગયો છે. રમેશ જોગીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page