Friday, May 17, 2024
Google search engine
HomeBollywoodબોયફ્રેન્ડે અભિનેત્રીને બરાબરની ધોઈ નાખી, સામે મળે તો પણ ઓળખી નહીં શકો

બોયફ્રેન્ડે અભિનેત્રીને બરાબરની ધોઈ નાખી, સામે મળે તો પણ ઓળખી નહીં શકો

સાઉથની પોપ્યુલર મલયાલમ એક્ટ્રેસ અનિકા વિજય વિક્રમણ તેના પ્રેમી અનુપ પિલ્લાઇની જંગલીપણાંનો ભોગ બનવાનો વારો આવ્યો છે. અનિકા વિજયને અનુપ પિલ્લાઇએ ખૂબ માર માર્યો હતો જેમાં તેને આંખો પર સોજો આવ્યો હતો તથા ચહેરા પર પણ ઈજા પહોંચી હતી. અનિકાએ બોયફ્રેન્ડ પર મારપીટ ને શારીરિક શોષણનો આક્ષેપ મૂક્યો છે.

અનિકાએ એક તસવીર પણ શેર કરી છે. તસવીરમાં તેની આંખો સૂજેલી છે અને ચહેરા પર ઈજાનાં નિશાન છે. તેની હાલત એટલી ખરાબ છે કે તેને ઓળખી પણ શકાતી નથી.

અનિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હું અનુપ પિલ્લાઇ નામની વ્યક્તિને પ્રેમ કરતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે મારું માનસિક અને શારીરિક શોષણ કરતો હતો. મેં આવી વ્યક્તિ ક્યારેય જોઈ નથી. આટલું બધું કર્યા બાદ પણ તે મને ડરાવી રહ્યો હતો.

આ બીજીવાર છે, જ્યારે મેં બેંગલુરુ પોલીસમાં તેની વિરુદ્ધ મારપીટની ફરિયાદ કરી હતી. આ પહેલાં તેણે મને ચેન્નઈમાં માર માર્યો હતો, પરંતુ પછી પગ પકડી લીધા ને રડતાં રડતાં માફી માગી હતી. મારી ભૂલ હતી કે મેં તેને માફ કર્યો. અનિકાએ વાત કરતાં કહ્યું હતું, ‘જ્યારે તેણે મને બીજીવાર માર માર્યો ત્યારે મેં બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ તેણે પોલીસને પૈસા આપ્યા હતા. તેને ખ્યાલ આવી ગયો કે પોલીસ તેની સાથે છે અને તેને મને મારવાની હિંમત મળી ગઈ.

અનિકાએ કહ્યું હતું, ‘બોયફ્રેન્ડે આ રીતે મને અનેકવાર છેતરી છે, આથી જ મારે તેનાથી અલગ થવું હતું, પરંતુ તે મને છોડવા માગતો નહોતો. હું શૂટિંગ પર ના જઈ શકું એ માટે તેણે મારો ફોન તોડી નાખ્યો. આ પહેલાં પણ તે સતત મારી વ્હોટ્સએપ ચેટ પર નજર રાખતો.’

અનિકાએ ‘બે દિવસ પહેલાં હૈદરાબાદ શિફ્ટ નહોતા થયા ત્યારે તેણે મારો ફોન લૉક કરી દીધો હતો. પછી મને મુક્કા મારવા લાગ્યો હતો. જ્યારે મેં મારો ફોન માગ્યો તો મારું મોં દબાવી દીધું. મને બ્રોકાઇટિસ છે. મારો શ્વાસ અટકી ગયો હતો. જ્યારે હું મારી જાતને બચાવવા બીજા રૂમમાં ભાગતી હતી તો તે બીજી ચાવીથી લૉક ખોલીને અંદર આવી જતો. બહાર જઈને સિક્યોરિટીની મદદ માગતી, પરંતુ તેઓ કંઈ જ કરી શકતા નહોતા. આખી રાત બાથરૂમમાં બેસીને રડી હતી.

કોણ છે અનિકા?
2 જુલાઈ, 1995ના રોજ બેંગલુરુમાં જન્મેલી અનિકાએ વર્ષ 2009માં તમિળ ફિલ્મ ‘જાસ્મિન’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે ‘ઇક’, ‘એન્ગા પટ્ટાન સોથુ’માં કામ કર્યું હતું. છેલ્લે 2022માં તે ‘વિશ્માકરન’માં ફિલ્મમાં જોવા મળી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page