Thursday, May 16, 2024
Google search engine
HomeBollywoodતો શું બબીતાજીનું 10 વર્ષ નાના ટપુડા સાથે ચાલી રહ્યું છે ચક્કર?...

તો શું બબીતાજીનું 10 વર્ષ નાના ટપુડા સાથે ચાલી રહ્યું છે ચક્કર? આ રહ્યા પુરાવા

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે. પહેલાં એવી ચર્ચા હતી કે દિલીપ જોષી (જેઠાલાલ) તથા શેલૈષ લોઢા (તારક મહેતા) વચ્ચે અણબનાવ છે. પછી બબીતાજી (મુનમુન દત્તા)એ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરતાં વિવાદ થયો હતો. ત્યારબાદ 23 વર્ષીય રાજ અનડકટ (ટપુ) તથા જેઠાલાલ વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા થઈ હતી. જોકે, આ દરમિયાન 33 વર્ષીય બબીતાજી તથા ટપુ વચ્ચે રિયલ લાઈફમાં મિત્રતાથી કંઈક વધુ હોવાની ચર્ચા છે.

રાજ અનડકટ સિરિયલમાં તો બબીતાજીને આંટી કહે છે, પરંતુ રિયલ લાઈફમાં બંને વચ્ચે કંઈક અલગ છે. બંને સિરિયલના શૂટિંગ બાદ ડિનર ડેટ પર અવારનવાર જાય છે. આટલું જ નહીં બંને એકબીજા સાથે મેસેજીસમાં પણ વાત કરતા હોય છે.

સો.મીડિયામાં રાજ તથા મુનમુન એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ પણ કરતાં રહે છે. બંનેને તેમના સંબંધો અંગે ઘણીવાર સવાલ કરવામાં આવ્યો છે. બંનેની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. જોકે, પ્રિયંકા ચોપરા પણ પતિ નિક કરતાં 10 વર્ષ મોટી જ છે ને!

માનવામાં આવે છે કે હાલમાં તો બંને વચ્ચે માત્રને માત્ર ફ્રેન્ડશિપ છે. જોકે, આ ફ્રેન્ડશિપ કેટલો સમય ટકે છે અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમે છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાના આ પહેલાં બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે સંબંધો હતાં. જોકે, ઓસ્ટ્રેલિયામાં અરમાન કોહલીએ મુનમુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મુનમુન તથા અરમાન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. મુનમુન દત્તા પૂનામાં જન્મી છે અને અહીંયા જ મોટી થઈ છે. તે મોડલિંગ પણ કરતી હતી. ત્યારબાદ મુંબઈ આવી હતી.

રાજ અનડકટની વાત કરવામાં આવે તો તે ગુજરાતી છે અને તેનો જન્મ મુંબઈમાં જ થયો છે. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી જ માસ મીડિયામાં બેચલરની ડિગ્રી લીધી છે.

રાજે સૌ પહેલાં 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંજેદારી કા’માં કામ કર્યું હતું. ત્યારબાદ 2017માં રાજને ‘તારક મહેતા..’માં ટપુનો રોલ મળ્યો હતો.

રાજ પહેલાં આ રોલ ભવ્ય ગાંધી પ્લે કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page