Wednesday, May 15, 2024
Google search engine
HomeNationalબહેન યુવક સાથે હતી હોટેલમાં અને આવી ગયો ભાઈ, બોયફ્રેન્ડ જોડવા લાગ્યો...

બહેન યુવક સાથે હતી હોટેલમાં અને આવી ગયો ભાઈ, બોયફ્રેન્ડ જોડવા લાગ્યો હાથ પણ…

બૈતુલઃ મધ્યપ્રદેશના હોશંગાબાદના બૈતુલમાં એક ભાઈ પોતાની બહેનના વાળ ઘસડતો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. બહેન તેના બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં રોકાઈ હતી. અહીંયા તેનો ભાઈ આવી ગયો હતો અને બહેનને વાળથી પકડીને તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ કોઈએ તેની એક વાત સાંભળી નહીં. 10 મિનિટ સુધી રોડ પર ડ્રામા થતો હતો.

પ્રેમી હાથ જોડતો રહ્યોઃ આ દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને ના લઈ જવા માટે પણ હાથ જોડીને આજીજી કરી હતી. ભાઈ તેને ધમકાવતો હતો. યુવતી પણ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની વાત કરતી હતી. જોકે, ભાઈને સહેજ પણ દયા આવી નહોતી. તે બહેનને વાળ પકડીને બાઈક સુધી લઈ ગયો હતો.

બાઈક પર બેસાડીને ભાઈ પોતાની બહેનને લઈ ગયો હતો. 10 મિનિટ સુધી હોટલની બહાર આ હંગામો ચાલ્યો હતો. આ ઘટનામાં હજી સુધી બંનેમાંથી એક પણ પક્ષે ફરિયાદ કરી નથી.

ગંજ પોલીસ સ્ટેશનના અધિકારી નરેન્દ્ર સિંહ ઠાકુરના મતે, યુવતી બોરદેહીની હતી અને તે ઘરેથી ભાગીને મિત્ર સાથે બૈતુલ આવી હતી. માહિતી મળતા જ તેનો ભાઈ તેને ઘરે લઈ જવા માટે આવ્યો હતો. હાલમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page