Monday, May 13, 2024
Google search engine
HomeGujaratગુજરાતની પહેલી ઘટના, અડદી રાતે નવદંપત્તિને કર્ફ્યૂનો ભંગ કરવો મોંઘો પડ્યો

ગુજરાતની પહેલી ઘટના, અડદી રાતે નવદંપત્તિને કર્ફ્યૂનો ભંગ કરવો મોંઘો પડ્યો

વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી છે. વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીએ લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા નવદંપતી અને તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીએ લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.

પોલીસ લગ્નપ્રસંગની ગાઈડલાઈન્સનો જ્યારે ભંગ થાય ત્યારે સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનના પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે. દુલ્હા અને દુલ્હન સામે માનવતાના ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી. પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે કે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યા ન હતા. તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીના કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલા નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પીયૂષ પટેલે કહ્યું હતું કે, અમારાથી થોડું મોડું થઈ જતા અમે માફી માગી હતી. અમારા પરિવારજનોએ કહ્યું હતું કે, કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો.

પરંતુ, પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગરતિ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page