Saturday, May 11, 2024
Google search engine
HomeGujaratઅકસ્માતમાં યુવા સરપંચનું મોત દર્દનાક મોત, હજુ તો ગઇકાલે જ ઉજવ્યો હતો...

અકસ્માતમાં યુવા સરપંચનું મોત દર્દનાક મોત, હજુ તો ગઇકાલે જ ઉજવ્યો હતો દીકરાનો જન્મ દિવસ

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના સરપંચ આજે વહેલી સવારે ગઢડા ખાતે લગ્ન પ્રસંગમા ભાગ લઇ પરત ઘુઘરાળા આવી રહ્યાં હતા ત્યારે બાબરા નજીક કોઇ કારણે કાર હવામા ઉછળી ખાળીયામા ખાબકતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. અકસ્માતની આ જીવલેણ ઘટના બાબરામા વહેલી સવારે જીઆઇડીસી નજીક બની હતી.

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના યુવા સરપંચ અજીતભાઇ જેબલીયા (ઉ.વ.40) પોતાની નવી નકોર કાર લઇ અહીથી પસાર થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેઓ ગઇકાલે એક લગ્ન પ્રસંગમા ભાગ લેવા ગઢડા ગયા હતા. અને વહેલી સવારે ઘુઘરાળા આવવા નીકળ્યાં હતા. તેમને એક અન્ય લગ્ન પ્રસંગમા પણ જવાનુ હતુ. તેમની કાર બાબરા નજીક પહોંચી ત્યારે તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો.

કાર પરનો કાબુ ગુમાવતા તે હવામા ફંગોળાઇ હતી અને રોડની બીજી તરફ ચારેક ગોથા ખાઇ ગઇ હતી જેના કારણે નવી નકોર કારનો બુકડો બોલી ગયો હતો અને અજીતભાઇ જેબલીયાનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. તેઓ સામાજીક અગ્રણી અને સરપંચ તરીકે લોકચાહના ધરાવતા હતા. મોટી સંખ્યામા લોકો સ્મશાન યાત્રામા જોડાયા હતા. ગામની શાળામા પણ સ્વયંભુ બંધ પાળી સરપંચને શ્રધ્ધાંજલી અપાઇ હતી.

ગઇકાલે જ પુત્રનો જન્મ દિવસ ઉજવ્યો હતો
બે દિવસથી અજીતભાઇ સામાજીક પ્રસંગોમા વ્યસ્ત હતા. એટલુ જ નહી ગઇકાલે તેમણે પોતાના પુત્રનો જન્મ દિવસ પણ ઉજવ્યો હતો.

યજમાને કારની ચાવી લઇ લીધી છતા સરપંચ ન રોકાયા
અજીતભાઇ વહેલી સવારે ગઢડાથી પરત નીકળ્યા ત્યારે યજમાને રોકાઇ જવા આગ્રહ કર્યો હતો અને કારની ચાવી પણ લઇ લીધી હતી. પરંતુ મારે અન્ય એક લગ્નમા મામેરૂ કરવા જવુ છે તેમ કહી તેઓ કાર લઇ નીકળ્યાં હતા. પણ કાળ તેમની રાહ જોઇ રહ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page