Friday, May 17, 2024
Google search engine
HomeGujaratત્રણ સંતાનાના પિતા અને બ્યુટીપાર્લરમાં સાથે કામ કરતી કુંવારી યુવતીના એક સાથે...

ત્રણ સંતાનાના પિતા અને બ્યુટીપાર્લરમાં સાથે કામ કરતી કુંવારી યુવતીના એક સાથે મૃતદેહો મળ્યા

અંકલેશ્વરમાં ત્રણ સંતાનના પિતાએ પાર્લર સાથે કામ કરતી કુંવારી યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની માંગરોળના બોઈંદરાની યુવતી જોડે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા સેવાઈ રહી છે. કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફાના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષથી સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. બાકરોલના તળાવમાંથી બાંધેલી હાલતમાં યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા.

યુવતી પરિવાર દ્વારા બે દિવસ પૂર્વે જ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગતો અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામે રહેતી 19 વર્ષીય મહિમા વિજય ભાઈ ગોહિલ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. તારીખ ૨૪ મી જાન્યુઆરી ના રોજ સાંજે છ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી.

જેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું .દરમિયાન તારીખ 26 મી ના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બન્ને ના હાથ બંધાયેલ હાલત માં મૃતદેહો મળી આવતા ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બન્ને મૃતદેહો ને પાણી માંથી બહાર કાઢ્યા હતા અને બન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page