Friday, May 17, 2024
Google search engine
HomeGujaratકરોડો રૂપિયાના ભવ્ય ‘વ્હાઇટ હાઉસ’નો ચપટીમાં બોલી ગયો ભુક્કો, જુઓ તસવીરો

કરોડો રૂપિયાના ભવ્ય ‘વ્હાઇટ હાઉસ’નો ચપટીમાં બોલી ગયો ભુક્કો, જુઓ તસવીરો

સરકારી જમીન પર બનેલા વ્હાઈટ હાઉસ બંગલાને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. મામલતદાર દક્ષિણ દ્વારા વ્હાઈટ હાઉસ સહિત અન્ય ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોને તોડી પાડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

આ સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ પગલું ના ભરતા આખરે નોટિસ પિરિયડ પૂર્ણ થતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સો કરોડની સરકારી જમીન પર વિશાળ વ્હાઈટ હાઉસ સહિત અન્ય બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામને તોડી પાડવા માટે પહોંચી છે, આ સાથે પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસની સાથે કાનન વિલા સાઈટના બાંધકામને પણ તોડી પાડવા માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ બાંધકામ બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ બંગલાની બાજુમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ડુપ્લાક્સ સ્કીમ બનાવીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા.

કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે અહીં વ્હાઈટ હાઉસ સહિત નિર્માણાધિન સાઈટને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા પણ કામગીરીના સ્થળ પર ઉતરી આવ્યા હતા.

અહીં સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે પરંતુ જ્યારે આ બાંધકામ વર્ષોથી થઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશન કે વિરોધપક્ષ દ્વારા શા માટે આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતા?

આ ડિમોલેશનના પડઘા આગામી સમયમાં ગાંધીનગરમાં પણ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page