Monday, May 20, 2024
Google search engine
HomeGujaratઆ ગામમાં છે ગુજરાતનું સૌથી પહેલું જાહેર AC શૌચાલય, આવી છે ફેસિલિટી

આ ગામમાં છે ગુજરાતનું સૌથી પહેલું જાહેર AC શૌચાલય, આવી છે ફેસિલિટી

ગુજરાતના એક એવા દાનવીર છે જેને આખું ગુજરાતમાં ઓળખે છે. ત્યારે ગીર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું હતું. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતના ગામનું પહેલું એસી ફેસિલિટીવાળું શૌચાલય ખુલ્લું મૂક્યું હતું. આ એ.સી. શૌચાલય માટે 50 ટકા સરકારી ગ્રાન્ટ અને 50 ટકા રૂપિયા સરપંચે ખર્ચ કર્યાં હતા. જેથી કુલ 6 લાખમાં એ.સી.શૌચાલયને તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ એસી શૌચાલયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ગીર સોમનાથના ગિરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું છે. આ શૌચાલયમાં એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલું જ નહિ બહાર પીવાનું શુદ્ધ R.Oનું ઠંડુ પાણી માટેની પણ વ્યવસ્થા કરાય છે.

ગીર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું છે. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું. આ શૌચાલયમા એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલું જ નહિ બહાર પીવાના શુદ્ધ ઠંડા પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયા એ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે. બાકીના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિ એ પોતાના ખીચા માંથી ખર્ચ કર્યા છે સામાન્ય રીતે ગામ ના સરપંચ પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ થતા હોય છે પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે અહીં સરપંચ પોતાના ખીચા ના પૈસા ખર્ચી લોકો ને સુવિધા આપી રહયા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરેક ગામોમાં ઘરે ઘરે શૌચાલય નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા આવી રહ્યા છે અને મોટાભાગે ગુજરાતમાં પણ ઘરે ઘરે શૌચાલય નિર્માણ પામ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page