Friday, May 17, 2024
Google search engine
HomeGujaratગુજરાતના મહાઠગ કિરણ પટેલની પત્ની ડોક્ટર માલિની પટેલ કોણ છે?

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની પત્ની ડોક્ટર માલિની પટેલ કોણ છે?

વડાપ્રધાન કાર્યાલયના કર્મચારી હોવાનો દાવો કરી લોકો સાથે છેતરપિંડી કરનાર કિરણ પટેલની પત્ની પણ શાતિર ખેલાડી છે. આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી કિરણ પટેલ સાથે લગ્ન થયા પછી પોતાનું દવાખાનું બંધ કર્યાં પછી દેવું થઈ જતાં ડોક્ટર પણ પતિની જેમ મહાઠગ બની ગઈ હતી.

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી ડોક્ટર માલિની પટેલના લગ્ન મૂળ અમદાવાદ જિલ્લાના નાઝ ગામમાં રહેતા કિરણ પટેલ સાથે થયા હતાં. કિરણ પટેલના પિતા પહેલા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સિમેન્ટ અને લોખંડનો ધંધો કરતાં હતાં અને કિરણ પટેલની માતા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં. કિરણ પટેલના મોટાભાઈ મનીષ પટેલ ઝાકુબીના ધંધાને કારણે કિરણ પટેલનો પરિવાર અમદાવાદ છોડીને પોતાના વતન નાઝ ગામમાં આવી ગયા હતાં.

આયુર્વેદ ડોક્ટર થયા પછી અમદાવાદના ઘોડાસરમાં એક ગાયનેક ડોક્ટરને ત્યાં નોકરી કરતી માલિની પટેલ કિરણ પટેલ સાથે પરિચય થયો. બન્ને એ માતા પિતાની મરજીથી લગ્ન કર્યા હતા અને ઘોડાસરમાં ડોક્ટર માલિની પટેલે પોતાનું દવાખાનું ખોલ્યું હતું. સવારે ગાયનેક ડોક્ટરને ત્યાં નોકરી કરતી અને ત્યારબાદ પોતાનું દવાખાનું ચલાવતી માલિની પટેલે બે દીકરીઓને જન્મ આપ્યા પછી દવાખાનું બંધ કરી દીધું. અલબત્ત દવાખાનામાં પ્રેક્ટિસ સરખી ચાલતી નહતી.

ત્યાર બાદ કિરણ પટેલ અને એના મોટા ભાઈ મનીષ પટેલે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ટ્રાવેલ્સ ટાર્ગેટ નામની એક ઓફિસ ખોલી હતી જેમાં વિઝા કન્સલ્ટિંગ અને એર ટીકિટ બુકિંગનું કામ શરૂ કર્યું હતું. એમાં પતિ કિરણ પટેલની સાથે માલિની પટેલ પણ જોડાઈ ગઈ હતી. આ ધંધામાં મોટી ખોટ જતાં માલિની પટેલ અને કિરણ પટેલે લોકોને શીશામાં ઉતારવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદમાં નરોડામાં સ્વામિનારાયણ મંદિરમાં એક કાર્યક્રમમાં કાર ભાડે આપવાનું કામ લીધું હતું અને એમાં 16 કાર લેચી મારી હતી જેના ગુનામાં પોલીસ સ્ટેશનની હવા પણ ખાઈ આવી છે. ત્યાર બાદ પતિ સાથે મળીને લોકોને આંજી નાખી પૈસા બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના મોટા ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ખોટો કેસ કરી મિલકતને ઘોચમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. સમાધાન માટે પૈસા માગ્યા હોવાનો આરોપ પણ છે.

આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાના અંતમાં પતિ સાથે કાશ્મીર જઈ દેશના સંખ્યાબંધ રાજ્યોમાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈઝીસ ધરાવનાર ગુજરાતની એક જાણીતી રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈઝી આપવાની વાત કરી લોકોને શીશામાં ઉતાર્યા હતાં.

આ ઉપરાંત કાશ્મીરમાં કેટલાક સફરજનના વેપારીઓને પણ ચૂનો લગાવી ચૂક્યા છે જેમાં જાણીતી એક એપલ જ્યુસ બનાવતી કંપની માટે સફરજન ખરીદવાનું બહાનું કાઢી લોકોને ચૂનો લગાવ્યો હતો. હમણાં સુધી પોતે અને પોતાનો પતિ કિરણ પટલે નિર્દોષ હોવાની કથા કરતી ડોક્ટર માલિની પટેલ જંબુસરમાં એના સગાના ઘરે છુપાઈને બેઠી હતી ત્યાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page