Sunday, May 19, 2024
Google search engine
HomeGujaratઆજથી ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની આગાહી, ખેડૂતોને માથે ચિંતાના વાદળો

આજથી ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની આગાહી, ખેડૂતોને માથે ચિંતાના વાદળો

સાયક્લોનિક સર્કયુલેશનની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં ૧૦ દિવસમાં જ ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩-૪ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આગામી ૩ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આમ, કેટલાક સ્થળોએ ફરી ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૭.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. જોકે, ૧૭-૧૮ માર્ચના મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે.

આજે બપોરથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહે અને હળવો વરસાદ પડે તેવી આગાહી છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં અન્યત્ર ડીસામાં ૩૫.૨, ભાવનગરમાં ૩૬.૨, ગાંધીનગરમાં ૩૬.૮, વડોદરા-નલિયામાં ૩૭, ભુજમાં ૩૭.૪, રાજકોટમાં ૩૭.૬, જુનાગઢમાં ૩૭.૭, સુરતમાં ૩૮.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?

૧૩ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.

૧૪ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.

૧૫ માર્ચ: નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.

૧૬ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.

૧૭ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page