Friday, May 17, 2024
Google search engine
HomeGujaratગુજરાતનો જાણીતો ઉદ્યોગપતિ પિતા બન્યો શૈતાન! પોતાની જ સગીર પુત્રીને બનાવી હવસનો...

ગુજરાતનો જાણીતો ઉદ્યોગપતિ પિતા બન્યો શૈતાન! પોતાની જ સગીર પુત્રીને બનાવી હવસનો શિકાર

વાપીમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં વાપીના એક પોસ વિસ્તારમાં રહેતા અને દમણમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપની ધરાવતા ધનાઢ્ય અને સુશિક્ષિત પરિવારના એક ઉદ્યોગપતિ પિતાએ હેવાન બની પોતાની જ સગીર પુત્રીને વર્ષો સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે દીકરીએ હિમંત બતાવી આ ઘટનાની જાણ તેની માતાને કરી હતી. પીડિતાએ માતાને સાથે રાખી નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આથી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. પીડિત પુત્રી જ્યારે બાર વર્ષની હતી ત્યારથી જ આરોપી પિતા પુત્રીને અવનવી વસ્તુઓ લાવી અને લાલચ આપી શારીરિક દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું.

પુત્રી કોલેજના બીજ વર્ષમાં અભ્યાસ કરે છે

અત્યારે પુત્રી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આથી વર્ષો સુધી પોતાની સાથે બનેલી આ કલંકિત ઘટના અંગે તેણે તેની માતા અને ભાઈને વાત કરી હતી. માતાએ પીડિત પુત્રીને સાથે રાખી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા વિરોધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ નોંધાતા પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી તેને જેલમાં કેદ કર્યો છે.

ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પિતા પુત્રીને લાલચ આપી આવું કલંકિત કૃત્ય કરતો હતો. પુત્રીને સમજ પડતા તેને પ્રતિકાર કરવાની શરૂઆત કરી હતી. જોકે તેમ છતાં રાક્ષસી પિતાએ પુત્રી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ પિતાની ગેરહાજરીમાં પુત્રી તેના મિત્ર સાથે બેસેલી હોવાનું આરોપી પિતા જોઈ જતા આ વાતને લઈને પુત્રીને મિત્ર સાથેના સંબંધોની વાત પીડિતાની માતા અને મિત્રના પરિવારજનોને કહી દેવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી પોલીસે આ નરાધમ પિતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગત્યની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને દેશમાં મહિલાઓ બાળકીઓ અને યુવતીઓ સાથે અવારનવાર દુષ્કર્મ અને શારીરિક શોષણની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે. અનેક કિસ્સાઓમાં ભોગ બનાર પીડિતાના પરિચિત કે સ્વજનો જ શોષણ કરતા હોવાનું પણ અનેક વખત બહાર આવી ચૂક્યું છે. જોકે, આ નરાધમ પિતાએ તો જાણે માનવતાની તમામ હદ વટાવી પોતાની જ પુત્રીને વર્ષો સુધી ધાક ધ%

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page